ગાંધીનગર: દિવાળી બાદ મોરબીની મચ્છુ નદી પરનો 100 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટી પડતા 140થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કરી સરકારને તપાસના નિર્દેશ આપ્યા હતા હવે આ મામલામાં સુપ્રીમ કોર્ટે પણ ઝંપલાવ્યું છે. ગુજરાતમાં (Gujarat) મોરબી બ્રિજ દુર્ઘટનાની (Morbi Bridge Collapsed ) તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સોમવારે સુનાવણી (Hearing) હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે એડવોકેટ વિશાલ તિવારીની પીઆઈએલની સુનાવણી કરી હતી. આ અકસ્માતમાં (Accident) 130થી વધુ લોકોના મોત (Death) થયા હતા.
સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને (Gujarat High Court) આ ઘટના અંગે સમયાંતરે તપાસ અને અન્ય સંબંધિત પાસાઓ પર નજર રાખવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે અરજદારોને સ્વતંત્ર સીબીઆઈ (CBI) તપાસ અને પૂરતા વળતરની અરજીઓ સાથે હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપી છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના જેમાં 140 થી વધુ લોકોના મોત થયા હતા તે એક ભયાનક દુર્ઘટના હતી. કોર્ટે ગુજરાત હાઈકોર્ટને સમયાંતરે કેસની સુનાવણી ચાલુ રાખવા અને તપાસ પર નજર રાખવા જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કહ્યું કે આ એક મોટી દુર્ઘટના છે. આ માટે સાપ્તાહિક મોનિટરિંગની જરૂર પડશે.
સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે આ ઘટના અંગે પહેલેથી જ સુઓ મોટો કર્યું છે અને ત્રણ આદેશો પસાર કર્યા છે. આવી સ્થિતિમાં હવે અમે અરજીઓ પર સુનાવણી નહીં કરીએ. કોર્ટે અરજદારોને સ્વતંત્ર તપાસ અને તેમના પરિવારના સભ્યોને ગુમાવનારાઓને સન્માનજનક વળતરની માંગણી સાથે તેમની અરજીઓ સાથે હાઇકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, મોરબીમાં મચ્છુ નદી પરનો બ્રિટિશ સમયનો 100 વર્ષ જૂનો ઝૂલતો પુલ 30 ઓક્ટોબરે તૂટી પડ્યો હતો, જેમાં 47 બાળકો સહિત 140 થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં તેના બે સંબંધીઓ ગુમાવનાર વ્યક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી, જેમાં સીબીઆઈ તપાસ, તેમના પરિવારના સભ્યોને ગુમાવનારાઓને સન્માનજનક વળતર અને મ્યુનિસિપલ અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી.