SURAT

મોરાભાગળની મોબાઇલ શોપમાં બ્લાસ્ટ બાદ આગ, શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

સુરત: રાંદેર (Rander) મોરા ભાગળની એક મોબાઇલની દુકાનમાં (Mobile Shop) મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા રાહદારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. લોકોએ કહ્યું હતું કે, બ્લાસ્ટ બાદ એક બાજુનું શટલ તૂટી પડતા આશ્ચર્ય થયો હતો. જોકે, ફાયરના (Fire Brigade Team) જવાનો સમયસર પહોંચી જતાં મોટી દુર્ઘટનાને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા હતા.

  • બાબાસાઈ મોબાઇલ શોપના માલિકે કહ્યું લગભગ દોઢ લાખનું નુકશાન થયું હોવાનું અંદાજ
  • મોબાઈલ ચાર્જિંગમાં રહી જતાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના લગભગ મધરાતની હતી. મોરા ભાગળની એક દુકાનમાં આગનો કોલ મળતાં જ ફાયર વિભાગને દોડાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં આવી હતી. રિપેરીગમાં આવેલા મોબાઇલ બળી ગયા હોવાની માહિતી મળી હતી.

ધર્મેશ પટેલ (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, અમને કોલ મળતા જ સ્થળ પર દોડી ગયા હતા. એક બાજુનું શટલ તૂટેલું હતું. પાણીનો મારો કરી આગ કાબુમાં લઈ લીધી હતી. લોકોએ કહ્યું હતું કે,બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. રિપેરીંગમાં આવેલા મોબાઇલ ચાર્જિંગમાં રહી જતાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહી શકાય છે.

વિકાસ મોરારી (દુકાન માલિક)એ કહ્યું હતું કે, બાબાસાઈ નામની મોબાઇલ શોપ 15 વર્ષ જૂની છે. અમે નવા અને જૂના ફોન રીપેરીંગ પણ કરી આપીએ છીએ, મિત્રએ ફોન કરીને જાણ કરતા ખબર પડી હતી કે દુકાનમાં આગ લાગી છે. બ્લાસ્ટ બાદ અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, હું ફાયર ઓફિસરોનો આભાર વ્યક્ત કરું છુ કે તેમને આગને ગણતરીની મિનિટોમાં કંટ્રોલ કરી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ આગમાં દોઢ લાખના નુકશાનનું અનુમાન છે.

Most Popular

To Top