Vadodara

તળાવોના બ્યુટી.નું ખાત મૂહૂર્ત કર્યું, 1 વર્ષથી કામ નહીં

વડોદરા: મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના તળાવોને ઉંડા કરીને તેને સુંદર બનાવવાની કામગીરી આરંભ કરવામાં આવ્યો હતો.  શહેરના વિવિધ તળાવોમાં  તેને ઊંડું કરવાની કામગીરી પણ શરૂ કરાઇ હતી. પરંતુ વાઘોડિયા રોડ પર આવેલ એક તળાવનું ખાતમુહૂર્ત કરીને એક વર્ષ થઈ ગયું હોવા છતાંયે આજ દિન સુધી તળાવમાં કોઈજ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી ન હોવાથી તળાવમાં ગંદકીની સામ્રાજ્ય ફેલાયું છે.

મહાનગર પાલિકા દ્વારા તળાવોને અ ઊંડા કરી તેની સાફ સફાઈ કરાવી અને તે જગ્યાનુ બ્યુટીફીકેશન કરવાનુ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.  ત્યારે પૈકી ગુરુકુલ રોડ પર આવેલ આદિત્ય અને પંચમ પાર્ટી પ્લોટ નજીક આવેલા એક તળાવનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં મેયર સહિતના આગેવાનો અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. હવે એક ખાતમુહૂર્તને એક વર્ષ થવા આવ્યું છે છતાં પણ ત્યાં કોઈ જ પ્રકારની કામગીરી દેખાઈ રહી નથી.

આ તળાવ ના કામ માટે સરકાર તરફથી ગ્રાન્ટ પણ આપવામાં આવી હતી પરંતુ તળાવ ની હાલત જોઈને તે ગ્રાન્ટ માત્ર સરકાર ના કાગળો પર હોય તેમ લાગી રહ્યું છે.  કારણકે તળાવ ની આસપાસ ગંદકીના ઢેર છે આસ પાસ ના લોકો પણ ત્યાં કચરો નાખીને જાય છે અને બીમારીઓ ફેલાવે તેવી ગંદકી થઇ છે .પાલીકા  દ્વારા કોઇ જ પ્રકારની કામગીરી થઈ નથી.તળાવ હજી પણ પૂર્ણ રીતે ઉંડુ કરવામાં આવ્યું નથી અને નક્કી કરેલ કાર્યો મુજબ કોઈ જ કાર્ય થયું નથી સરકાર શું આ કાર્ય માટે લોકડાઉન ને જવાબદાર ગણા શે કારણ કે લોકડાઉન દરમિયાન પણ બાંધકામ ના કામને મંજૂરી સરકાર દ્વારા પોતે જ આપવામાં આવી હતી પરંતુ અહીંયાં કોઈ જ પ્રકારની કામગીરી થઈ નથી.આ તળાવની સામે જ વોર્ડ નંબર 16 ના સ્થાનિક કાઉન્સિલર રહે છે.

Most Popular

To Top