દક્ષિણ રાજસ્થાન ઉપર રહેલી અપર એર સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. જેના પગલે ઉનાળુ પાકને અને કેરીના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દરમિયાન નવસારી, ડાંગ, અંબાજી, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા સહિત અનેક ઠેકાણે વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે.
દિવસ દરમ્યાન રાજયમાં આકાશ વાદળછાયુ રહેવા પામ્યું હતું. જેના પગલે ગરમીના પ્રમાણમા પણ ઘટાડો નોંધાયો છે. અંબાજી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અહી કમોસમી વરસાદ થયો હતો. વરસાદના કારણે વાતારણમા ઠંડક પ્રસરી જવા પામી હતી.
હવામાન વિભાગના સત્તવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં હજુયે આગામી ૪થી ૫ દિવસ દરમ્યાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ શકે છે.આજે સુરેન્દ્રનગરમાં ૪૨.૨ ડિ.સે , અમદાવાદમાં ૪૧.૧ ડિ.સે અને ગાંધીનગરમાં ૪૧.૫ ડિ.સે મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.જયારે રાજયના અન્ય શહેરોમાં ૨૫થી ૨૮ ડિગ્રીની આસપાસ ગરમી નોંધવવા પામી હતી.