કામરેજ: ખોલવડ બેંક ઓફ બરોડામાં (BOB) મનેજર તરીકે નોકરી કરતા યુવાનને બેંકમાં (Bank) નોકરી (Job) કરતા ઈસમ અને તેના બે મિત્રોએ (Friend) મેનેજરને ઘરે બોલાવી ભૈરવ તાપીનદીના કિનારે લઈને લાકડાના સપાટા મારી પગમાં ફેકચર કરી દીધું હતું.
વરાછા મારૂતીચોકની બાજુમાં આવેલી સંતોષનગર સોસાયટીમાં મકાન નંબર 329માં ચિરાગ અશોક ઉંડવીયા (ઉ.વ.28) રહે છે. તેઓ કામરેજ તાલુકાના ખોલવડ ગામે આવેલી બેંક ઓફ બરોડામાં સેવ સોલ્યુશન પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં એરીયા મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ કંપનીમાં કામરેજ ગામમાં આવેલી દેવનગરી સોસાયટીમાં રહેતા મહેશ દિપક ખાતે બેંક મિત્ર તરીકે નોકરી કરે છે. સોમવારના રોજ સાંજના 5 કલાકે મહેશ મેનેજર ચિરાગને બેંકમાં ગ્રાહકોના રૂપિયા જમા થતા નથી તેવી ફરિયાદ કરતા ચિરાગ મહેશના ઘરે લેપટોપમાં ચેક કરવા મટે ગયા હતા. ત્યારે મહેશ અને તેના મિત્ર ભારતસિંહ બળવંતસિંહ ડામોર શાંતિથી વાત કરીએ એમ કહીને ચિરાગને ભૈરવ ગામે તાપી નદીના કિનારે લઈ ગયા હતા ત્યાં બલુન નામના શખ્સે મેનેજરને લાકડાનો સપાટો માર્યો હતો. ચિરાગને સારવાર માટે 108માં સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કામરેજ પોલીસ મથકમાં ત્રણેય ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વરના માટીએડ ગામે બનેવીનો સાળા પર છરી વડે હુમલો
અંકલેશ્વર: અંકલેશ્વરના માટીએડ ગામની વાણીયા ચોકડી નજીક રૂપિયા મુદ્દે બનેવીએ સાળાને ચપ્પુ વડે હુમલો કરનાર બનેવીને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગત તા.૭ ઓગસ્ટે અંકલેશ્વરના માટીએડ ગામના માંડવા ફળિયામાં રહેતા વિનોદ રમેશ વસાવા મહાદેવ મંદિરે ભંડારા જમવા ગયા હતા. તેઓ ત્યાંથી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. એ દરમિયાન ગામની વાણીયા ચોકડી નજીક બનેવી ગણપત કાલીદાસ વસાવા મળતાં તેની પાસે મજૂરીના રૂપિયાની માંગણી કરી હતી. એ વેળા ઉશ્કેરાયેલા બનેવીએ અપશબ્દો ઉચ્ચારી ચપ્પુ વડે સાળા હુમલો કર્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસમાં હુમલાખોર બનેવીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.