Health

ગરમીમાં હાઇડ્રેટેડ રાખવાના યુનિક નુસખા લાવી મમ્મી ગાસપાચો સૂપ, અવાકાડો મૂસ લાગે છે બાળકોને યમ્મી

ગરમીના દિવસો આવી ગયા છે એ સાથે કાંઈક ઠંડુ પીવા કે ખાવાની ક્રેવિંગ નાના-મોટા બધાને થતી હોય છે. બાળકોનું તો વેકેશન શરૂ થઈ ગયું છે એટલે તેઓ તો ભર તડકે પણ મિત્રો સાથે ગલી ક્રિકેટ કે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા દોડી જાય છે. મિત્રો સાથે દિવસ ભર રખડપટ્ટી કરે કે આઉટડોર ગેમ્સ રમે તો બાળકો ડીહાઇડ્રેટેડ થવાનો ડર તો લાગે જ. મમ્મીઓ બચ્ચાઓને હાઇડ્રેટેડ રાખવા સાથે તેમને ગરમીમાં ફૂલ ફૂલ રાખવા છાશ, વોટરમેલનનો જ્યુસ, લસ્સી, નારિયેળ પાણી બેલ જ્યુસ, વરિયાળીનું શરબત ખાસ પીવડાવવાનો આગ્રહ રાખે છે. પણ અત્યારની સુરતી મોમ્સ બાળકોને કાંઈક યુનિક ખટમીઠા અને ઠંડા ઠંડા લાગે તેવા ડ્રિંક્સ અને સૂપ યુ-ટ્યુબ અને નેટ પરથી શોધી ઘરે જ તે બનાવી બચ્ચાઓને હાઇડ્રેટેડ રાખી રહી છે. બાળકોને પણ હવે તો કંઇક ફેન્સી અને ટેસ્ટી ફૂડ આઈટમ્સ જોઈતી હોવાથી મમ્મીઓએ પણ કમર કસી લીધી છે. આ ટેસ્ટી ડ્રીંક્સ વિશે વાતો કરીએ…

સ્પેનિશ સૂપ ગાસપાચો ઠંડો જ પીવાય છે, તે ખાટો મીઠો બનાવાય છે


ગાસપાચો એક ઠંડો સ્પેનિશ સૂપ છે જે ફ્રેશ શાકભાજીઓથી બનાવાય છે. તેમાં ટામેટા, કાકડી અને કાંદો ખાસ નાખવામાં આવે છે. આમ તો તે આ બધા શાકભાજી અને લસણ, બ્રેડ, ઓલિવ ઓઇલ, સિરકો, મીઠું વગેરેને બ્લેન્ડરમાં સારી રીતે બ્લેન્ડ કર તેને ફ્રીઝમાં ઠંડો કરીને પીરસાય છે. સુરતની મમ્મીઓ બાળકોને ભાવે તેવું ઇનોવેટિવ બનાવતી હોય છે. તેમણે ગાસપાચો સૂપમાં લીંબુનો રસ અને થોડીક ખાંડ નાખી ખાટો મીઠો બનાવી બાળકોને આપે છે. તેને બ્રેડ, અવાકાડો સાથે પણ હવે તો સર્વ કરાય છે. સુરતમાં આનો ટ્રેન્ડ બે-ત્રણ વર્ષથી જોવા મળે છે.
અવાકાડો મુસ લાગે છે યમ્મી ફાયદા છે એના અનેક

અવાકાડો ફ્રુટ એક્ઝોટિક ફ્રુટ છે તે મળે પણ મોંઘું છે. પણ બાળકોને તેની સેન્ડવીચ ખૂબ ભાવતી હોય છે. કિડઝને ઠંડા અને સ્વીટ ફૂડ ભાવતા હોય. ચોકલેટ મુસ તો બાળકો ખાય જે છે પણ એક નવી રેસિપી તરીકે સુરતી મમ્મીઓ અવાકાડો સમર ફૂડ હોવાની સાથે એમાં ચોકલેટ નાખી એનું મુસ બનાવીને બાળકોની હેલ્થની કેર પણ લઈ રહી છે અને ચિલચીલાતી ગરમીમાં શરીરને ઠંડક મળી રહે છે.
ફ્રુટ સલાડ પોપ્સિકલ્સમાં ઘણા બધા તાજા ફ્રુટ અને જ્યુસ હોય છે

પોપ્સિકલ્સ કોઈ નવી વેરાયટી નથી. પણ ફ્રુટ સલાડ પોપ્સિકલ્સને બરફની જેમ ચૂસવાની અને દાંતથી તોડીને ખાવાની મજા આવી જતી હોય છે. કિવી, વોટરમેલન, પિચ, મેંગોના ઝીણા ટુકડાને પોપ્સિકલ્સ મોલડમાં નાખીને તેની પર વ્હાઇટ જ્યુસ એડ કરાય છે પછી સ્ટીક મૂકી દો અને ફ્રીઝરમાં તેને ફ્રીઝ કરી દો એટલે બની જાય ફ્રુટ સલાડ પોપ્સિકલ્સ તે વ્હાઇટ જ્યુસ જેમકે એપલ જ્યુસમાં બનાવી અલગ અલગ ફ્લેવર્સ અપાય છે. આમાં જ્યુસમાં ફ્રીઝ થઈ ગયેલા ફ્રૂટ્સ અટ્રેકટિવ દેખાય છે. તે ઠંડક આપવાની સાથે હેલ્ધી પણ બને તેમાં તમે સ્ટીવિયા લિવ્સ સુગર એડ કરો તો તે સુગર ફ્રી પોપ્સિકલ્સ બની જાય. આ રીતે ટેસ્ટ સાથે હેલ્થનું પણ ધ્યાન રખાઈ ગયું ને!
દેખાવે મનમોહક, ટેસ્ટમાં ખાટા મીઠા મોઈતા પર બાળકો મોહિત થઈ રહ્યા છે


ગરીમીમાં માત્ર પાણી પીવાથી કાંઈ નથી થતું પણ કંઈક ઠંડુ ખાટુ મીઠું વગેરે ટેસ્ટનો એહસાસ થાય તેવું પેય પીવાનું મન થાય. અત્યારે સ્કૂલોમાં વેકેશન છે ત્યારે મમ્મીઓ તેમના બાળકો અને બાળકોના ફ્રેન્ડ્સ માટે ઘરે જ ઠંડા ઠંડા મોઇતો બનાવી બાળકોને ફ્રેશ ફીલ કરાવી રહી છે. તેમાં થોડો સોડા, થોડું કોલ્ડ ડ્રિન્ક, મિન્ટ, શુગર અને આઇસ ક્યુબ હોય ને તો તેને પીવાની મજા બાળકોને આવી જતી હોય છે. ગરમીમાં વોટરમેલન સસ્તા મળી રહ્યા છે એટલે વોટરમેલન અને બ્લ્યુ બેરી તથા લીંબુના મોઇતો ઘરે બનાવી બાળકોની તરસ પણ બુઝાવાય છે અને હાઈડ્રેટેડ રાખવામા આવે છે. આવું ફેન્સી ખાણી-પીણી બચ્ચા કર્યા વગર હોંશથી પી જાય છે.
વોટરમેલનનું સૂપ ગરમીમાં બાળકોને રાખે છે હાઇડ્રેટેડ

90 ટકા તો પાણીવાળું તરબૂચ ગરમીનું જ ફળ છે. જોકે, હવે બાળકો તરબૂચનું જ્યુસ પીને કંટાળી ગયા છે તેમને કાંઈક નવો ટેસ્ટ જોઈએ એટલે મમ્મીઓ હવે વોટરમેલન સૂપ બાળકોને પીવડાવીને તેમને ગરમીથી બચાવી હાઇડ્રેટેડ રાખે છે. આ સૂપ ટેસ્ટી છે વળી તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો. તેમાં અદરક-લસણની પેસ્ટ, ફુદીનો અને લાલ મરચું હોય. ગરમ સુપને ફ્રીઝમાં રાખીને ઠંડુ થવા દે છે પછી બરફના ટુકડા અને ઓલિવ ઓઇલ તથા ફુદીનાથી ગાર્નિશ કરાય છે. તે તરબૂચની જેમ લાલ ચટક દેખાય એટલે તેને જોતા જ ભૂખ પણ લાગી જાય. તેનો ટ્રેન્ડ એક-બે વર્ષથી જોવા મળે છે.

Most Popular

To Top