મુંબઈ: પ્રખ્યાત મલયાલમ(Malayalam) ગાયક(Singer) એડવા બશીરનું શનિવારે અચાનક અવસાન(Death) થયું છે. સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ દરમિયાન 78 વર્ષીય સિંગર ગીત ગાતા નીચે પડી જતા મૃત્યુ પામ્યા છે. કેરળના અલપ્પુઝામાં બ્લુ ડાયમંડ ઓર્કેસ્ટ્રા ટ્રુપની સુવર્ણ જયંતિ નિમિત્તે એડવા બશીરે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ ગાતી વખતે અચાનક સ્ટેજ પર પડી ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે ચેરથળાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
‘માના હો તુમ બેહદ હસીન…’ ગાતાં ગાતાં છેલ્લા શ્વાસ લીધા
મલયાલમના પ્રખ્યાત સ્ટેજ સિંગર એડવા બશીર તેમના મૃત્યુ પહેલા સ્ટેજ પરફોર્મન્સમાં ‘માના હો તુમ બેહદ હસીન’ ગીત ગાતા હતા. જે દરમિયાન જ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ ગીત ટુટે ટોય્ઝ ફિલ્મનું છે. આ ફિલ્મ 1978માં આવી હતી. તેમાં શેખર કપૂર, શબાના આઝમી અને ઉત્પલ દત્ત મુખ્ય ભૂમિકામાં હતા. તે તિરુવનંતપુરમનાં રહેવાસી હતા.
એડવા બશીર દક્ષિણના મોહમ્મદ રફી
એડવા બશીર દક્ષિણના મોહમ્મદ રફી તરીકે ઓળખાતા હતા. એડવા બશીરે ઘણા દેશોમાં પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે તેણે ઘણા સુપર-હિટ ફિલ્મી ગીતો ગાયા હતા. પ્લેબેક સિંગર તરીકે બશીરનું પહેલું ગીત રઘુ વંશમ ફિલ્મ માટે હતું.પીઢ ગાયકે તેમના શાળાના દિવસોમાં તેમના સંગીત માટે અનેક પુરસ્કારો જીત્યા હતા. બશીરે તિરુવનંતપુરમ જિલ્લાના વર્કલા ખાતે સંગીત મંડળ ‘સંગીતાલય’ની રચના કરી, જેનું ઉદ્ઘાટન મલયાલમના સૌથી પ્રખ્યાત ગાયક કે.જે. યેસુદાસે કર્યું હતું.
સિંગરનાં મોતથી લોકો ઘેરા શોકમાં
ગાયકના મૃત્યુના સમાચારથી શોકનું મોજું ફરી વળ્યું છે. મનોરંજન જગતના કલાકારો ઉપરાંત રાજનેતાઓએ પણ આ ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. કેરળના મુખ્યમંત્રી, પ્લેબેક સિંગર કેએસ ચિત્રા અને અન્ય લોકોએ સ્વર્ગસ્થ ગાયકને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ આપી. ગાયકે ટ્વિટર પર લખ્યું, “ગાયક એડવા બશિરકાને શ્રદ્ધાંજલિ. હું આત્માને શાશ્વત શાંતિની કામના કરું છું.”