Sports

કેમ મહમ્મદ રિઝવાને પોતાના શતકને હમાસને સમર્પિત કર્યુ? ફેન્સ થયા હતાશ

નવી દિલ્હી: હાલમાં ચાલી રહેલા વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં(one day crickeret world cup) ગઇકાલે પાકિસ્તાન(Pakistamn) અને શ્રીલંકાન(srilanka) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મોહમ્મદ રિઝવાન(Mohammad Rizwan) અને અબ્દુલ્લા શફિકે શ્રીલંકા વિરુધ્ધ શાનદાર શતક(Century) બનાવ્યુ હતું. તેમજ પાકિસ્તાનને જીત(Wining) આપવી હતી. મેચ સમાપ્ત થયા બાદ મોહમ્મદ રિઝવાને હમાસના સપોર્ટમાં પોતાના ટ્વિટર(Twiter) એકાઉન્ટ ઉપર એક પોસ્ટ(Post) શેર કરી હતી જે હાલે ચર્ચાનો વિષય બની છે.

હાલે ભારતમાં વનડે ક્રિકેટ મેચ રમાઈ રહી છે. ત્યારે ગઇકાલે એક મેચ રમાઈ હતી જે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનએ શાનદાર જીત મેળવી હતી. ત્યારે પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાને પોતાની ટ્વીટથી ક્રિકેટ મેચને ઈઝરાયેલ પેલેસ્ટિન યુદ્ધને જોડી દીધી છે. આ પોસ્ટમાં પાકિસ્તાન પેલેસ્ટિનનો અને હમાસનો સપોર્ટ કરતું હોય તેમ દર્શાવાયું છે. આ પોસ્ટમાં મોહમ્મદ રિજવાને લખ્યું હતું કે ‘આ જીતને હું ગાઝામાં રહેલા મારા ભાઈઓ અને બહેનોને સમર્પિત કરું છું. આ જીતમાં ફાળો આપીને હું ખૂબ જ ખુશ છું. આનો શ્રેય આખી ટીમ અને ખાસ કરીને અબ્દુલ્લા શફીક અને હસન અલીને જાય છે.’ તમને જણાવી દઈએ કે આ મેચમાં પાકિસ્તાનના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે શાનદાર સદી ફટકારી હતી. રિઝવાને 131 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શફીકએ 113 રનની ઇનિંગ ફટકારી હતી.

રિઝવાન ભારત અને હૈદરાબાદની યજમાનીથી પણ ખુશ છે
પોતાની પોસ્ટમાં રિઝવાને ભારતમાં પાકિસ્તાની ટીમની આતિથ્ય સત્કારનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં તેણે કહ્યું હતું કે રિઝવાન હૈદરાબાદના હોસ્ટિંગથી ઘણો ખુશ છે અને તેણે તેનો આભાર પણ વ્યક્ત કર્યો છે. રિઝવાને પોતાની પોસ્ટમાં આગળ લખ્યું – હું અદ્ભુત હોસ્ટિંગ અને સમર્થન માટે હૈદરાબાદના લોકોનો આભારી છું.

ચાહકોએ ICC પાસે રિઝવાન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી
તમને જણાવી દઈએ કે 2019 ODI વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોની પોતાની ઈન્ડિયન આર્મીને સપોર્ટ કરતી વખતે ખાસ લોગોવાળા ગ્લોવ્સ પહેરીને આવ્યા હતા. ધોનીએ વિકેટ કીપિંગ માટે જે ગ્લોવ્સ પહેર્યા હતા તેના પર ભારતીય સેનાનો ‘સેક્રિફાઈસ બેચ’ હતો. ત્યારબાદ ICCએ આના પર કાર્યવાહી કરી અને લોગો હટાવવા માટે કહ્યું હતું. હવે ચાહકો આ ઘટના ICCને યાદ અપાવી રહ્યા છે અને રિઝવાન સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top