Charchapatra

મોદીનું વોશિંગ મશીન

૨૦૧૪ માં વડાપ્રધાન બનતાંની સાથે જ “હવે ભ્રષ્ટાચાર કરવો ભૂલી જજો, દર 6 મહિને બધા મંત્રીઓની ફાઇલ ચેક કરીશ અને કોઈ પણ વાંધાજનક વ્યવહાર દેખાયો તો એને જેલનો રસ્તો બતાવી દઈશ.એવું બોલનાર મોદીના રાજમાં નિરવ મોદી, લલિત મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા જેવા 25 થી વધુ (બધા હિન્દુ) ચોરો પાસેથી દલાલી લઈને વિદેશમાં ભગાડી દેવામાં આવ્યા. કોઈ પણ રાજ્યની સત્તા છીનવા માટે મોદી એ ED, CBI અને IT ને પાલતુ કૂતરા બનાવ્યા અને કેટલાય વિપક્ષના વિધાયકો પાછળ આ કૂતરાઓને છોડયા એમાં જેઓ મોદીની શરણમાં ગયા તેઓના પાપ મોદીના વોશિંગ મશીનમાં ધોવાઈ ગયાં અને જેઓ શરણે ન થયા તેઓ શહીદ થયા કે જેલમાં તપાસ હેઠળ છે.

(૧) મહારાષ્ટ્ર કો.ઓ. બેંકનો ભ્રષ્ટચારી હર્ષવર્ધન પાટીલ ભાજપમાં જતાં જ બધા ગુના માફ થઈ ગયા. (૨) મહારાષ્ટ્ર લોકસેવા આયોગ લિમિટેડમાં કૌભાંડ કરનાર સાંગલીનો સંજય પાટીલના બધા ગુના માફ કરી દેવાયા. (૩)આદર્શ સોસાયટી અને મની લોન્ડેરિંગનો રાજા નારાયણ રાણેએ ભાજપ જોઈન કરતાં જ બધા ગુના માફ કરી દેવામાં આવ્યા અને આ રાણે તો ત્યાં સુધી કહે છે જો દાઉદ ભાજપમાં આવી જાય તો એના પણ બધા ગુના માફ થઈ જાય.(૪)શારદા ચિત ફંડના સૂત્રધાર મુકુલ રોય અને શુભેન્દુ અધિકારી જેવા ભાજપમાં જોડાયા. શારદા ચિત ફંડ પરથી તપાસ ઉઠાવી લેવામાં આવી. (૫)પાણીનો ભ્રષ્ટાચાર કરનાર હેમંત બિશ્વ શર્માને ક્લીન ચિટ આપી દીધી.

(૬)અજિત પવાર પર સત્તર હજાર કરોડનું સિંચાઈ કૌભાંડ કર્યાનો આરોપ હતો. બે દિવસ પહેલાં મોદી આ આરોપનું ખંડન કરે છે અને બે દિવસ પછી અજિત પવાર ભાજપ જોઈન કરે છે તો વોશીંગ મશીન મોદી તેને વંદન કરે છે. (૭) શિવરાજસિંહ ચૌહાણ પર વ્યાયામ ગોટાળાનો જ નહીં, આ કૌભાંડ પાછળ પચાસથી વધુ હત્યા થઈ એનો પણ આરોપ હતો, પણ ભાજપમાં હતો એટલે એના વ્યાયામના બધા “પાપમ” સ્વાહા…! (૮)બેલ્લારુના રેડ્ડી બંધુ જેઓએ લોખંડ ખનન અને નિકાસ કૌભાંડમાં ૧૬૦૦૦ હજાર કરોડનું કૌભાંડ કર્યું પરંતુ જેવું ભાજપ જોઈન કર્યું બધા પાપ ધોવાઈ ગયા. (૯) કર્ણાટકનો ભૂતપૂર્વ સી.એમ.પેદુરપ્પા રેતીખનન, માઇનિંગ અને કોવિડમાં 10000 કરોડનું કૌભાંડનો આરોપ છે. પ્રથમ બે આરોપ તો વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા, પણ કોવિડ કૌભાંડની તપાસ સોંપી છે. કર્ણાટકના નવા CM સિદ્ધારામૈયાજીએ.

તદુપરાંત નાના-મોટા બીજા કેટલાય લોકો ED ની ડરથી કે પોતાનો અંગત સ્વાર્થ સાધવા ભાજપમાં જોડાઈ ગયા, જેમાં હાર્દિક પટેલ, ગૌરવ ભાટિયા, સંજય શર્મા, એકનાથ શિંદે, સિંધિયા, છગન ભુજબળ જેવા છે. જાણીતા વકીલ પ્રશાંત ભૂષણના દાવા મુજબ મોદીએ 9 કરોડ માં “જજ” ગોગાઈને ખરીદીને “રાફેલ અને રામ મંદિર” નો ફેંસલો પોતાની તરફેણ માં કરાવ્યો અને રીટાયર્ડ થયા બાદ તેમણે રાજ્યસભામાં પદ આપ્યું, “જજ” અરુણ મિશ્રા પાસે લગભગ 6 થી વધુ નિર્ણયો અદાણીની તરફેણમાં અપાવીને ચાલીસ હજાર કરોડનો ફાયદો કરાવ્યો, બદલામાં તેઓને MHRS ના ચેરમેન બનાવવામાં આવ્યા. અને છેલ્લે નીતીશકુમારને ભાજપમાં લઇને મોદી સૌથી નીચ સત્તાભૂખ્યો ભારતનો વડાપ્રધાન છે અને મિડિયા તેમજ કાયદો સત્તાની ચાકરી કરે છે એ સાબિત થઈ ગયું.
સુરત     – કિરણ સુર્યાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top