દેશના કર્મઠ, અણથક અને નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે કાશ્મીર સહીતના દેશમાં આતંકવાદની ઘટનાઓ નામશેષ કરીને નોંધપાત્ર એવું અભિનંદનીય કાર્ય કરેલ છે. દેશમાં ઝીરો ટેલેરન્સથી આતંકવાદનો હિંમતથી સફાયો કર્યા બાદ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે નેવીની મદદ દ્વારા અરબ સાગરમાં ચાંચિયાઓ સામે નોંધપાત્ર અભિયાન ચાલુ કરેલ છે. આપણા દેશે અરબ સાગરમાં દસ થી વધુ યુદ્ધ જહાજો તૈનાત કરીને ચાંચિયાગીરી સામે ઝુંબેશ કરીને વિશ્વને આપણો દેશ શક્તિમાન છે તેવો સંદેશ ફેલાવેલછે.
આધુનિક મિસાઈલોથી સજ્જ આઈ.એન.એસ. જહાજો ભારતીય કાર્ગો શિપની સુરક્ષા કરશે. તાજેતરમાં અરબી સમુદ્રમાં મધદરિયે 40 કલાક સુધી ચાલેલા સૌથી મોટા એન્ટી-પાઈરસી ઓપરેશનમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોએ વિદેશી માલવાહક જહાજને સોમાની ચાંચિયાઓની ચૂંગાલમાંથી મુક્ત કરેલ હતુ અને છેલ્લા ત્રણ મહીનાથી જહાજને કબજે રાખનારા 35 ચાંચિયાઓને શરણે આવવાની ફરજ પાડવામાં આવેલ હતી. ભારતીય જહાજ આઈએનએસ કોલકતાએ એડનના અખાતમાં મિસાઈલ હુમલાનો ભોગ બનેલા બાર્બાડોસ ધ્વજવાલા માલવાહક સ્ટીમરના 21 ક્રૂ સભ્યોને બચાવેલ છે.
આ માલવાહક સ્ટીમર પર કથિત રીતે ડ્રોન અથવા મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રેડ સી તેમજ ઉત્તર અરબી સમુદ્રમાં મર્ચન્ટ શીપની રખેવાળીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. નેવીના માર્કોસ કમાન્ડોએ વિદેશી જહાજ પરના 15 ભારતીય સહીત21 ક્રૂમ મેમ્બરોને હેમખેમ ઉગારી લીધા હતા. રસપ્રદ હકીકત એ છે કે ચીન આપણા કરતા માનવ મૂડી પર વધુ ખર્ચ કરે છે તેમ છતા તે તેના ટોચના નૌકાદળ સંચાલનને તાલીમ આપવામાં પાછળ છે.
જીબુટીમાં ચીનનો નેવલ બેઝ છે તેમ છતા તે આપણું ભારત જ હતુ જેણે છેલ્લા ત્રણ મહીનામાં અત્યાર સુધીમાં બનેલી આઠ થી વધુ ઘટનાઓમાં અને તે પણ હજારો કિલોમીટરના અંતરેથી ચીની સહિત તમામ શીપીંગને બચાવવા માટે પગલુ ભર્યુ હતુ અને જ્યારે ચીની બેઝ માત્ર 20 કિ.મીથી ઓછુ હોવા છતા ચીન અસમર્થ હતું. ઉપરોક્ત ઘટનાઓ પરથી આપણું નેવી સમુદ્રોમાં કેટલુ પ્રભાવી અને અસરકારક હોઈ આવા પ્રભાવી નેવીની દેશના નેતા નરેન્દ્ર મોદી પણ વિશ્વમાં અત્યંત બ્રભાવી બની રહેલ છે. આવા પ્રભાવી નેતાની હજુ દેશને જરૂર છે. જે દેશની આગામી સંસદીય ચૂંટણીના પરિણામોથી સાબિત થનાર છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે