Charchapatra

મોદીજીની દિવાળી ભેટ

15મી ઓગસ્ટે ધ્વજવંદન દરમ્યાન મોદીજીએ જનતાને તહેવારો અને દિવાળી માટે ભેટ આપવાની જાહેરાત કરી હતી. એના ફળસ્વરૂપ જીએસટીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા. રૂપિયામાં જોઇએ તો લગભગ બે લાખ કરોડની છૂટો આપવામાં આવી. બિહારમાં ચૂંટણી નજીક છે અને લોકસભા ચૂંટણી પણ બહુ દૂર નથી ત્યારે આ અપેક્ષિત હતું. હું કંઇ અર્થશાસ્ત્રી નથી પણ સામાન્ય પ્રજાજન તરીકે મારું અંગત મંતવ્ય રજૂ કરું છું. જે છૂટછાટ જાહેર કરવામાં આવી છે તે ગ્રાહક સુધી પહોંચશે કે કેમ એ ઉત્પાદક કે એમના એજન્ટ પર નિર્ભર છે. બીજું ઘણી ચીજો એવી છે કે જે મહિનામાં એકાદ વાર ખરીદાય છે.

દા.ત. સાબુ, ટુથપેસ્ટ વગેરે અત્યારે એમની કિંમત લગભગ સિત્તેરથી સવાસો રૂપિયા જેવી છે એમાં બે ત્રણ રૂ. ઘટવાથી શું ફરક પડે? એના કરતાં પેટ્રોલ-ડીઝલમાં લીટરે બે રૂ. પણ ઓછા કર્યા હોત તો દર મહિનાના બજેટમાં મોટો ફરક પડત અને સરકારને મોટું નુકસાન ન જાત. એવી જ રીતે ગેસ સીલીંડર 25 રૂ. પણ ઘટાડયા હોત તો ગૃહિણીઓને મોટી રાહત થાત કારણ એ રોજ વપરાશની ચીજ છે. (આમ તો લાખો નવાં કનેકશનો આપી એની ઉત્પાદત પાડવામાં આવે છે. અમારા જે નિવૃત્ત અને વયસ્કોને એ.સી. કલાસમાં અપાતી છૂટ ફરી મળે તો એમના આશીર્વાદ પણ મળે. ચાલીસ લાખ કરોડ રૂ.નું બજેટ ધરાવતી રેલવેને આ છૂટના લીધે બસ્સો સવા બસ્સો કરોડ રૂ.થી ખાસ કંઇ ફરક ન પડે. આશા રાખીએ કમ સે કમ આવતા બજેટમાં આ છૂટ ફરી શરૂ કરાય.
બરકતપુરા, હૈદરાબાદ- જીતેન્દ્ર શાહ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top