National

ભારતીય સેનાના જવાનોને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદીએ લીધાં મહત્વના પગલા

આ અઠવાડિયાના અંતે, આર્મીના જવાન સૈન્ય કમાન્ડર્સ કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં જોડાશે. આ સંમેલનની અધ્યક્ષતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જવાનો પ્રથમ વખત આ પરિષદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હમણાં સુધી, પરિષદમાં સેનાના વડાઓ અને કમાન્ડર-ઇન-ચીફના હોદ્દાના અધિકારીઓ સામેલ થતાં આવ્યા છે.

ફાઇલ ફોટો

ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું હતું કે સંમેલનમાં જવાન વડા પ્રધાન સાથે સૈન્યની કામગીરી અને સ્પે.ઓપ્રેસનના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. પરિષદમાં સૈનિકોને સામેલ કરવાનો વિચાર વડાપ્રધાન કાર્યાલયમાંથી જ આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં જુનિયર કમિશન્ડ અધિકારીઓ, નોન કમિશન્ડ અધિકારીઓ સામેલ થશે. તેમને કેટલાક વિષયો પણ આપવામાં આવ્યા છે જેના પર તેઓ પ્રોજેકટ તૈયાર કરશે. અને આ પ્રોજેકટ પ્રધાનમંત્રી સમક્ષ રજુ કરવામાં આવશે. LAC પર ચીન સાથે તાજેતરના ટકરાવ દરમિયાન કર્મચારીઓની કામગીરી ખૂબ જ અસરકારક સાબિત થઈ. સૈનિકોએ દૈનિક કામકાજ અંગે, ચીની સૈન્ય સામે ખાઈ ખોદવા અને અવરોધો ઉભા કરવા અંગે તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. સેનાને આનો ઘણો ફાયદો થયો હતો.

ફાઇલ ફોટો

સૂત્રોના જણાવ્યા મુજબ વડા પ્રધાને સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સની રચના બદલવાનું કામ શરૂ કર્યું છે. અગાઉ આ પરિષદો સાઉથ બ્લોકમાં યોજાઇ હતી, પરંતુ હવે મોદીએ તેને ઓપરેશનલ બેઝ પર શરૂ કરી દીધી છે. 2014 માં મોદીએ આ પરિષદને પ્રથમ વખત સંબોધન કર્યું હતું. આ પછી, તે INS વિક્રમાદિત્ય, ભારતીય સૈન્ય એકેડેમી, દહેરાદૂન અને જોધપુર એરબેઝ પર કરવામાં આવ્યું છે.

ફાઇલ ફોટો

આ વખતે આ સંમેલન ગુજરાતના કેવડિયામાં સરદાર બલ્લભ બાઇ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે હશે. આ સમય દરમિયાન, સૈન્યના ઉચ્ચ કમાન્ડરો તંબૂમાં રહેશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top