તાજેતરમાં ગુજરાતના વડોદરા શહેરમાં નૌકા દુર્ઘટના થઇ છે. 17 થી વધુ લોકોના જીવ ગયા છે અને સરકાર ભાજપની છે. આનાથી વધુ ભીષણ દુર્ઘટના મોરબીના ઝૂલતા પુલની હતી, જેમાં 140 લોકોના જીવ ગયેલા, તેમાં શું થયું? બધું ભુલાવી દેવાયું ને? સુરતના તક્ષશીલા કાંડની ભયાનકતા કેટલાને યાદ છે? મોદીજી અને ભાજપના રાજમાં આવી તો અઢળક સિસ્ટમ ફેલ્યોર દુર્ઘટનાઓ થઇ, જેના સીધા છેડા ભાજપના ભ્રષ્ટ શાસન અને અણઆવડતભર્યા નઘરોળ વહીવટ સુધી પહોંચ્યા ફેર શું પડયો? પુલવામા આતંકી હુમલો સિસ્ટમ, બાલાસોર ટ્રેન દુર્ઘટના રેલવે તંત્ર ફેલ્યોર-મણીપુરના ભયાનક વંશીય રમખાણો આઠ મહિનાથી ચાલે છે.
મોદીના પેટનું પાણીયે નથી હાલતું –પહેલવાન દીકરીઓનું બીજીપી સાંસદ દ્વારા યૌન શોષણ-કોરોનાકાળની અંધાધૂંધી અરુણાચલ પ્રદેશમાં ચીનની ઘુસણખોરી, બધું મોદીએ ભુલાવી દીધું. મોદી અને બીજેપી પાસે એ આવડત છે. અદ્દભુત કળા છે. વિરોધ પક્ષોને મુદ્દા ઉઠાવતા અને ચગાવતાં આવડતું નથી. કોંગ્રેસે સમજવું જોઇએકે રાહુની યાત્રાઓ કોઇ કામ નહીં આવે. મોદી અને બીજેપી પાસે એ અદ્દભુત આવડત છે કે ધોળે દિવસે લોકોને સપનાં બતાવી શકે છે. ગમે તેવી ભૂલો ભુલાવી શકે છે. બીજા કોઇ નેતા પાસે આ ખૂબી નથી.
સુરત – જિતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વર્ચ્યુઅલ રેપના એકચ્યુઅલ મેપ
પૂર્વના ધર્મ વિજ્ઞાને શાશ્વત જીવનની વાત કરી છે જયારે પશ્ચિમના વિજ્ઞાનના ધર્મની વાતમાં મરણને આગળ કરી દીધું હોવાના લઇને જનરેશન મેપને જાણ્યા વગર જ જનરેશન ગેપને આગળ કરીને દુનિયાને મોટો વર્લ્ડ ઓર્ડર બતાવ્યો હોવાના લઇને સેકસને માત્ર ટેકસનો વિષય બનાવી દીધો છે. જયારે હકીકતમાં માનવયોનિના જીવો માટે તો કામ દ્વારા પ્રેમના પરમાત્મા સુધી પહોંચવાની વાત છે પણ જગત આખું વનલક્ષ્મીના ભોગે ધનલક્ષ્મીના ચકરાવામાં લાઈ ઇન્સ્યોરન્સમાં ડૂબી ગયું છે.
ધરમપુર – ધીરુ મેરાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.