National

લૉકડાઉન એકી વખતે ઉઠાવી નહીં લેવાય: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદના તમામ પક્ષોના સંસદીય નેતાઓને જણાવ્યું હતું કે ૧૪મી એપ્રિલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન એકી સાથે ઉઠાવી લેવામાં નહીં આવે. સરકારની અગ્રતા એકેએક જિંદગી બચાવવાની છે.

કોવિડ-૧૯ના રોગચાળામાંથી ઉદભવતી પરિસ્થિતિ તથા દેશમાં ઝડપથી ફેલાતા આ વાયરસને રોકવા માટેના સરકારના પ્રયાસો અંગે વડાપ્રધાન મોદીએ આજે આ નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સીંગ વડે ચર્ચા હાથ ધરી હતી અને તે દરમ્યાન તેમણે આ ટિપ્પણીઓ કરી હતી. વડાપ્રધાને એ સ્પષ્ટ કર્યું છે કે લૉકડાઉન ઉઠાવવામાં આવી રહ્યું નથી અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોરોના પહેલા અને કોરોના પછીનું જીવન એકસરખું નહીં હોય. એમ બીજુ જનતા દળ(બીજેડી)ના નેતા પિનાકી મિશ્રાએ જણાવ્યું હતું. આ બેઠકમાં ભાગ લેનાર પરંતુ નામ નહીં જણાવવા ઇચ્છતા અન્ય એક નેતાએ જણાવ્યું હતું કે વડાપ્રધાને તેમને જણાવ્યું હતું કે તેઓ આ બાબતે મુખ્યમંત્રીઓ સાથે પણ ચર્ચા કરશે.

આ બેઠકમાં જેમણે ભાગ લીધો હતો તે નેતાઓમાં રાજ્ય સભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના વડા શરદ પવાર પણ હાજર હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ નેતાઓને આરોગ્ય, ગૃહ તથા ગ્રામ્ય વિકાસ – એમ વિવિધ મંત્રાલયોના સચિવો દ્વારા કોવિડ-૧૯ને હાથ ધરવા માટે અને લૉકડાઉનમાંથી ઉદભવતી કઠણાઇઓને હાથ ધરવા માટે સરકારે લીધેલા પગલાંઓ અંગે માહિતી આપી હતી. ઘણા વિપક્ષી નેતાઓએ દેશમાં આરોગ્ય કર્મચારીઓ માટેના અંગત રક્ષણાત્મક સાધનો(પીપીઇ)ની તંગીનો મુદ્દો ઉઠાવ્યો હતો તો જ્યારે અન્ય કેટલાકે સૂચન કર્યું હતું કે સંસદની નવી ઇમારતનું બાંધકામ કરવાનું હાલ ટાળવું જોઇએ. આ બેઠક એવા સંકેતો વચ્ચે આવી છે કે ઘણા રાજ્યોએ કરેલી રજૂઆત પછી કેન્દ્ર સરકાર ૧૪મી એપ્રિલ પછી આ દેશવ્યાપી લૉકડાઉનને ૧૪મી તારીખ પછી પણ લંબાવી શકે છે. આ બેઠકમાં વડાપ્રધાને લોકસભા અને રાજ્યસભા મળીને સંસદમાં પાંચ કે તેથી વધુનું સંખ્યાબળ ધરાવતા તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
લગભગ ૮૦% નેતાઓએ લૉકડાઉન લંબાવવાની તરફેણ કરી હતી. ઘણા વિપક્ષી નેતાઓએ દેશમાં હેલ્થ વર્કર્સ માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. શરૂઆતની આનાકાની બાદ ટીએમસીએ પણ આમાં ભાગ લીધો હતો. કેટલાંકે નવા સંસદ ભવનનો વિચાર હાલ પડતો મૂકવાની પણ માગ કરી હતી.
દરમ્યાન કર્ણાટક સરકારે કોરોનાવાયરસ મુકમુક્ત જિલ્લાઓમાં લૉકડાઉન ઉઠાવી લેવાની તરફેણ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top