10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આજે વિશ્વ સિંહ દિને પીએમ નરેન્દ્ર મોદીએ ગીરના જંગલ અને ગીરના સિંહોને યાદ કર્યા હતા.આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર ગીર જંગલમાં સિંહોની વસ્તી છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે.
મંગળવારે સિંહ દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યુંકે, સિંહ જાજરમાન અને હિંમતવાન પ્રાણી છે. હું જ્યારે ગુજરાતમાં સીએમ હતો ત્યારે મને સિંહોની સલામતી અને સંવર્ધન માટે કામ કરવાનો મોકો મળ્યો હતો. સરકાર દ્વારા યોગ્ય દિશમાં પગલા લેવાયા હતા. જેના પગલે સિહોના સંવર્ધનમાં લાભ થયો છે. ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે. વિશ્વ સિંહ દિવસ પર, હું સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું. મને એ વાતનો પણ આંદ છે કે છેલ્લા કેટલાકં વર્ષોમાં ગીરમાં સિહોની સંખ્યામાં વધારો નોંધાયો છે.