Madhya Gujarat

યુવાનને મોડાસા એલસીબી કચેરી લઈ જઈ ઢોરમાર માર્યો

અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના મેઘરજ તાલુકાના માળકમ્પા નજીકથી ગત સપ્તાહે સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપેલા અંગ્રેજી દારૂ પ્રકરણમાં સાબરકાંઠા એલસીબી ને સોંપેલી તપાસમાં અરવલ્લી એલસીબી એ ભેદી રીતે રોલ ભજવ્યો હોવાની આશંકા વચ્ચે રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ સત્તાધિશો સમક્ષ રજુવાત કરવામાં આવતા ચકચાર મચી છે.

મેઘરજ તાલુકાના માળકંપા નજીક થી સ્ટેટ મોનીટરીંગ સેલે પકડેલ દારૂ મામલે  સમગ્ર ઘટનાની તપાસ સાબરકાંઠા એલ સી બી ને સોંપી હોવા છતાં અરવલ્લી એલસીબી ની ટીમે સાબરકાંઠા એલસીબી ના અધિકારી ના આદેશ કે સૂચના વગર ગેરકાયદેસર રીતે બાયડ ના કાર્તિક નામના યુવાનની અટક કરી ને મોડાસા એલસીબી કચેરી એ લઈ જઈ તેને ઢોર માર મારી બાયડ પોલીસ ને સોંપવામાં આવ્યો હતો.

જોકે બીજી તરફ બાયડ પોલીસે સમગ્ર પ્રકરણની તપાસ કરનાર સાબરકાંઠા એલસીબી ના અધિકારી ને જાણ કરતા અધિકારીએ આપેલ જવાબ સાંભળી બાયડ પોલીસના હોશ ઉડી ગયા હતા.સાબરકાંઠા એલ સી બી ની તપાસમાં બાયડ ના કાર્તિક નામના શખ્સનો હજુ સુધી કોઈ રોલ સામે આવ્યો નથી તેમજ તપાસ કરનાર અધિકારી ના કોઈ પણ પ્રકારના આદેશ વગર અરવલ્લી એલસીબી એ કેવી રીતે કાર્તિક નામના યુવાનની અટક કરી? શુ અરવલ્લી એલસીબી ના અધિકારી માટે રેન્જ આઈજી ના આદેશ કંઈ જ નથી?

પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચા મુજબ મુજબ અરવલ્લી એલસીબી એ યુવકની ગેરકાયદેસર અપહરણ કરી ગોંધી રાખ્યો અને મારમર્યો છે.ત્યારે સમગ્ર મામલે અરવલ્લી એલસીબી સામે આગામી સમયમાં ફરિયાદ દાખલ થાય તો નવાઈની વાત નહિ હોય!

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top