સરદાર પુલના અડાજણ છેડે વિજય ડેરી પાસે એક વૃદ્ધ ઊભા હતા.મારે રીક્ષા પકડવાની હતી. મને લાગ્યું કે એમને રોડ ક્રોસ કરવો હશે હું કઇંક બોલું ત્યાં તો પુરપાટ એકસ્કુટર સવાર વાંકી ડોકી રાખી મોબાઈલ પર વાત કરતો સીધો જ પેલા વૃદ્ધ પર ધસી આવ્યો.ઢોળાવ હોવાથી ઝડપ પણ વધુ હતી.
મે એમને ઝાટકો મારી ખેંચી લીધા એટલે માંડ બચ્યા.એમનો ગભરાટ ઓછો થતાં મને કહે મારે સામે ક્રોસ કરી જવું હતું. તમે વચ્ચે ન પડયા હોત તો અહીં જ મને સ્વર્ગ મળી જાત. મોબાઈલ પર ચાલુ વાહને વાત કરવી એ ગુનો છે તો આખા મહિનામાં કેટલા પકડાયા એની માહિતી પોલિસે આપી ?ના.
કારણકે શહેર પોલીસ પાસે એટલી કામગીરી છે કે એનાથી પહોંચી વળાય તેમ નથી. આ કામ માટે જ એક અલગ સેલ રચી શકાય તો જ મોબાઈલ અંગેના ગુના રોકી શકાશે.હાલ જેમ ટ્રાફિક બ્રીગેડ, મહિલા બ્રીગેડ, હોમગાર્ડઝ બ્રીગેડ વગેરે શહેર મા છે એમ મોબાઈલ બ્રીગેડ શરૂ થઈ શકે. આમાટે બેકાર યુવાનોમાથી ભરતી કરાય તો તેમને કામ મળશે. સરકાર પર આર્થિક ભારણ બિલકુલ નહિ આવે. કારણકે દંડની રકમમાંથી જ પગાર આ યુવકોને ચૂકવી શકાશે. આખા રાજયમાં બીજી બાબતોની જેમ દંડ ભરવામાં પણ સુરતીઓ મોખરાનું સ્થાન ધરાવે છે એ કહેવાની જરૂર ખરી ?
સુરત -પ્રભાકર ધોળકીયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.