Charchapatra

મોબાઇલ આશિર્વાદ કે શ્રાપ?

આજની પેઢી માટે મોબાઇલ એક અનિવાર્ય અંગ બની ગયો છે. મોબાઇલથી બધા જ સમાચાર મળી રહે છે. વિશ્વના કોઇપણ ખૂણામાં બનતા બનાવોની જાણકારી તુરત જ મળી રહે છે. કયારેક તે આશિર્વાદ બની જાય છે તો કયારે તે શ્રાપ પણ બની રહે છે જે તેના ઉપયોગકર્તા પર આધારીત છે. સોશિયલ મીડિયામાં કોઇના અંગત જીવનમાન દખલગીરી કરી જીવન ઝેર કરી નાખે છે તો કયારેક તો આખા સમાજ કે કોમ માટે અપમાનજનક કે વાંધાજનક ટીકા ટીપ્પણ કરી અભદ્ર વાણી કરે છે અને સામાજિક ધાર્મિક લાગણી પણ દુભાવે છે. અલબત્ત પોલિસ ફરિયાદ થાય ત્યાં સુધીમાં પિડિતની આબરૂની લીલામ થઇ જાય છે. મોબાઇલ ધારકે સમજવુ જોઇએ કે મોબાઇલ કોઇના ભલામાટે ઉપયોગ કરવા માટે છે નહિ કે કોઇનું જીવન ઝેર કરવા માટે નહિ.
બાબરા – મુકુંદરાય ડી. જસાણી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top