વડોદરા : ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. શહેરના ન્યુ વીઆઇપી રોડ એરપોર્ટ સર્કલ પાસેના મહેતા ફ્યુલ હબ સંચાલિત રિલાયન્સ જીયો-બીપી ના નવીન પેટ્રોલ પંપ ના શુભ પ્રસંગે આવેલા પ્રદેશ અધ્યક્ષ પાટિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનકી બાત કાર્યક્રમમાં પણ ત્યાં કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાના શહેરના ન્યુ વીઆઇપી રોડ એરપોર્ટ સર્કલ પાસેના મહેતા ફ્યુલ હબ સંચાલિત પેટ્રોલ પમ્પનું લોકાર્પણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમાર મહોદય તેમજ ગાયત્રી ઉપાસક હર્ષદબાપા ની ઉપસ્થિતિમાં પેટ્રોલ પંપનું ઉદઘાટન કર્યું હતું. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માસના અંતિમ રવિવારે મન કી બાત કાર્યક્રમ યોજાય છે.
જે કાર્યક્રમમાં ભાગ લેવાનો વડોદરામાં મોકો મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી કાર્યકરોના ફાળાથી ચાલતી પાર્ટી છે. રૂપિયા 5 થી રૂપિયા 1000 સુધીનો ફાળો કાર્યકરો દ્વારા આપવામાં આવે છે. માઇક્રો લેવલથી ફંડ એકત્ર કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં 350 ઉપરાંત કાર્યકરો દ્વારા પાર્ટીમાં ફાળો આપવામાં આવ્યો છે. મનકી બાત સાંભળ્યા બાદ કાર્યકરો ફાળો આપવા માટે કાર્યરત થયા છે. મોદી સાહેબે સયાજીરાવ ગાયકવાડને યાદ કર્યા હતા અને બાબા સાહેબ આંબેડકર ને યાદ કર્યા હતા. ભાજપના કાર્યકર્તાઓ તો મન કી બાત સાંભળવા માટે આતુર હોય છે પરંતુ સામાન્ય માણસ પણ મન કી બાત ની રાહ જોતા હોય છે.આ પ્રસંગે મહેતા ફ્યુલ હબ ના ધ્રુમિલ મહેતા તેમજ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ગુજરાત સરકારના મંત્રી મનીષાબેન વકીલ તેમજ મેયર કેયુર રોકડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.