ભરૂચ: MLA ચૈતરભાઈ વસાવાની ડેડિયાપાડા લીમડાચોક ખાતે આવેલા ઓફિસના શટર ઉપર પેશાબ કરનાર ડેડિયાપાડાના પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. નશાની હાલતમાં બેફામ ગાળાગાળી કરી પોલીસ કર્મચારીએ પોલીસમથક માથે લીધું હતું
- ધારાસભ્યની ઓફિસ પાસે પેશાબ કરનારો ડેડિયાપાડાનો પોલીસકર્મી સસ્પેન્ડ
- નશાની હાલતમાં બેફામ ગાળાગાળી કરી પ્રદીપ વસાવાએ પોલીસમથક પણ માથે લીધું હતું
ડેડિયાપાડા પારસી ટેકરા ખાતે રહેતા અને એકતાનગરમાં પોલીસમાં નોકરી કરતો પ્રદીપ અમરસીંગભાઈ વસાવાએ MLA ચૈતરભાઈ વસાવાની ડેડિયાપાડા લીમડાચોક ખાતે આવેલા ઓફિસના શટર ઉપર પેશાબ કરી જગદીશ વસાવા તથા ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ લઈ તથા સાહેલ બાલાસાહેબ રાઠોડને ગમેતેમ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલો ડેડિયાપાડા પોલીસમથકે પહોંચતાં નશેબાજ પ્રદીપ વસાવાએ ત્યાં પણ બેફામ અપશબ્દો બોલી પોલીસ સ્ટેશન ગજવ્યું હતું. આવા કૃત્ય બદલ જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેએ પ્રદીપ વસાવાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.