National

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની કારને ટ્રકે ટક્કર મારી, રિજિજુ સુરક્ષિત

જમ્મુ-કાશ્મીર: (Jammu Kashmir) કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની કારને અકસ્માત (Accident) નડ્યો છે. ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. જોકે આ દુર્ઘટનામાં રિજિજુનો આબાદ બચાવ થયો હતો. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની કારને ટ્રકે ટક્કર મારી હતી. જોકે આ ઘટનામાં તેમનો આબાદ બચાવ થયો છે. આ ઘટના જમ્મુના બનિહાલ વિસ્તારમાં બની હતી. આ ઘટના પર ADG મુકેશ સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. ADGએ જણાવ્યું કે બનિહાલ વિસ્તારમાં અકસ્માત થયો છે પરંતુ બધા સુરક્ષિત છે અને બધુ નિયંત્રણમાં છે. કાયદા પ્રધાન રિજિજુ પાછા આવી રહ્યા છે. અત્યારે આ અકસ્માત વિશે ફક્ત એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે રિજિજુ સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી.

Most Popular

To Top