વડોદરા: પંચમહાલ પોલીસ વિભાગની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગોધરા તાલુકાના કાંકણપુર ગામે ફાર્મહાઉસમાંથી રૂા. 500ના દરની નકલી નોટો છાપવાની મીની ફેક્ટરી પર રેડ કરીને બે ઈસમોને દબોચી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ઇલેકટ્રોનીક સાધનો તથા સાહિત્ય મળી કુલ રૂ.૬૦,૪૫૭નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસના પોલીસ ઈન્સ્પેકટર જે.એન.પરમારને ચોક્કસ આધારભુત બાતમી મળી હતી.
ગોધરા તાલુકાના કાંકણપુર ગામે રહેતા હરીશભાઈ ગોવીંદભાઈ વણઝારા નાઓ પોતાના કાંકણપુર ગામની સીમમાં તળાવ બાજુના બનાવેલા પોતાના કબજાના ફાર્મના મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાનો આર્થીક લાભ મેળવવાના હેતુસર ભારતીય ચલણમાં ચાલતી ભારતીય રીર્ઝવ બેંકની ચલણની નોટોનું છાપકામ કરી રહ્યા છે અને તેઓના ઘરમાં ડુપ્લીકેટ ચલણી નોટો બનાવવાનુ સાહીત્ય હાલમાં રાખેલ છે તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આઇ.એ.સીસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા તપાસ કરાવતા બે આરોપીઓ ઝડપાઈ ગયા છે. તેમની સામે કાંકણપુર પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે. જે રીતે પોલીસે નકલી નોટો ના કાળા કારોબાર પર રેડ કરીને પકડી પાડ્યા હોય ત્યારે જો પૂછપરછ કરવામાં આવે તો આમાં ફરિયાદી માં લખેલ નામો કરતા બીજા વધુ નામો બહાર આવી શકે તેવી શક્યતા રહેલી છે.
પકડાયેલા આરોપીઓ
(1) અશોકગીરી પરષોત્તમગીરી મેઘનાથી,
હાલ રહે અમદાવાદ, મુળ વતની મોરુકાગીર તા-તલાલા,જી- ગીર સોમનાથ.
(2) દિવ્યેશભાઈ જંયતીભાઈ કુશકિયા
હાલ રહે અમદાવાદ, વેરાવળ, મુળ રહે વેરાવળ
ભાગેડુ આરોપીઓ
(1) હરીશાભાઇ ગોવીંદભાઇ વણઝારા
રહે. કાંકણપુર તા.ગોધરા જી. પંચમહાલ
(2) મીનેન્દ્રકુમાર પગી, રહે. લુણાવાડા