વડોદરા: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થયા બાદ લાખો ઉમેદવારોના સપના ચકનાચુર થઇ ગયા હતા. જેમાં હવે આ છપાઇને કેન્દ્રો પર પહોંચેલા પેપરને મશીનમાં કાપી તેનો નાશ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી 29 ના રોજ લાખો ઉમેદવારો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે વડોદરા ના વિવિધ કેન્દ્ર પર પહોંચ્યા હતા. તો કેટલાક તો હજું પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે રસ્તામાં જ હતા. આ દરમિયાન સરકારે પેપર લીક થયું છે અને પરીક્ષા રદ કરી છે તેવી જાહેરાત કરી હતી. જેથી લાખો ઉમેદવારોના સપના ચકનાચુર થઇ ગયા હતા અને વિધાર્થીઓ ને ઘરે પરત ફરવું પડ્યું હતું.
હવે આ પરીક્ષાના છપાઇ ગયેલા પેપરોનો નાશ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી
વડોદરાના કારેલીબાગ સ્થિત સરદાર વિનય શાળા ખાતે જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું મુખ્ય ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર રાખવામાં આવ્યું હતું. જ્યાંથી શહેરના તમામ સેન્ટરો પર આ પરીક્ષાના પેપર ડિસ્ટ્ર્રીબ્યુટ કરવાના હતા અને તમામ પેપર સ્ટ્રોંગરૂમમાં સીલ હતા. પરંતુ તેની કોપી અગાઉ જ પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક થઇ ચુકી હતી. જેથી વડોદરામાં પરીક્ષા આપવા આવનારા 37 હજારથી વધુ પરીક્ષાર્થી તેમજ રાજ્યભરના ઉમેદવારો પરેશાન થયા હતા. અધિકારીની હાજરીમાં પેપરનો નાશ ત્યારે હવે આ પરીક્ષાના પેપર કોઇ કામના રહ્યા ન હોવાથી સરદાર વિનય શાળામાં 15થી વધુ કર્મચારીઓના અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પેપરને સેડિંગ મશીન દ્વારા ટૂકડે ટૂકડા કરી નાશ કરવામાં આવ્યો છે. તેમજ આ સમગ્ર કામગીરીનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.