SURAT

મહિધરપુરામાં ધોળે દિવસે રત્નકલાકારના ઘરમાંથી લાખોના દાગીનાની ચોરી

સુરત : (Surat) મહિધરપુરામાં (Mahidharpura) રહેતા રત્નકલાકારના (Diamond Worker) ઘરમાંથી (Home) ધોળે દિવસે રૂા. 9.46 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી (Jewelry theft) થતા ખળભળાટ મચી ગયો હતો. ધોળે દિવસે થયેલી ચોરીમાં પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ પ્રશ્નાર્થ થયા હતા. બીજી તરફ જ્યાં ચોરી થઇ તે બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહિધરપુરા લાલદરવાજા પાસે રહેતા સાહિલ નવીનચંદ્ર આસ્તાવાલા (ઉ. વર્ષ 42)ના ઘરે મંગળવારના રોજ સાંજે પાંચ વાગ્યે ઘરની મુખ્ય જાળી અને દરવાજો તોડીને અજાણ્યાઓએ રૂા. 9.46 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. બનાવ અંગે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ચોરી લાલ દરવાજા રતિપાર્ક એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર એ-2 202માં થઇ હતી. શિયાળાનો ફાયદો ઉઠાવીને તસ્કરો પલાયન થઇ ગયા હતા. ચોરી એટલી સિફતાઇથી થઇ હતી કે પડોશીઓને ખબર પડી ન હતી. દરમિયાન એપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા નહીં હોવાને કારણે પોલીસને પગેરૂ મળી શક્યું નથી.

સુરતમાં ચોર અને ગુનેગારો બેફામ બન્યા છે તેનું આ એક ઉદાહરણ છે. પોલીસનો જાણે ધાક જ રહ્યો નહીં હોય તેમ ચોરટાઓ દિનદહાડે ચોરી કરી રહ્યાં છે. હત્યાઓ થઈ રહી છે અને ગુનેગારોની હિંમત તો એટલી ખુલી ગઈ છે કે તેઓ કોર્ટ પરિસરમાં પોલીસને પણ ધમકાવી રહી છે. આ દર્શાવે છે કે શહેરમાં ગુનેગારો પર પોલીસની કોઈ ધાક જ રહી નથી.

કેટલી વસ્તુની ચોરી થઇ ?

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 3 અલગ અલગ મંગળસૂત્ર, બે સોનાની ચેઇન, એક કાનની બુટ્ટીની જોડી, સોનાનો હાર, 10 ગ્રામની બે સોનાની લગડી, 1 વીંટી, એક હાથની લક્કી તેમજ 10 થી 12 ચાંદીની લગડી મળી કુલ્લે રૂા. 9.46 લાખની ચોરી થઇ હતી.

Most Popular

To Top