માંડવી સબ ડિવિઝનમાં આવતા 381 વીજ ગ્રાહકો પાસેથી 8.47 લાખની વસૂલાત
જીઈબીની 22 ટીમો દ્વારા બીલ નહીં ભરનાર 224 ગ્રાહકોના વીજ જોડાણ કાપવામાં આવ્યા
એમજીવીસીલ દ્વારા વીજ બીલ નહીં ભરતા વીજ ગ્રાહકો સામે લાલ આંખ કરી છે. અને નાણાંની વસૂલાત માટે ખાસ ટીમો બનાવી ઝુંબેશ હાથધરવામાં આવી છે. જેમાં માંડવી સબ ડિવિઝન દ્વારા 381 ગ્રાહકો પાસેથી 8.47 લાખ રૂપિયાના બાકી વીજ બીલની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે 3.52 લાખ નહીં ભરનાર 224 વીજ ગ્રાહકોના વીજ જોડાણ કટ કરવામાં આવ્યા હતા.
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા માર્ચ મહીના સુધી વીજ બીલની રકમ વસૂલ કરવા માટે કાર્યવાહી હાથધરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરમાં બીજ બીલ નહી ભરનારા ગ્રાહકો પર મધ્ય ગુજરાત વીજ કંપનીએ ખાસ ડ્રાઈવ યોજી છે. છેલ્લા ઘણા દિવસોથી વીજ કંપની દ્વારા વીજ બીલ નહીં ભરતા ગ્રાહકો પાસેથી બાકી વીજ બીલની વસૂલાત કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે ખાસ ડ્રાઈવ યોજી હતી. જેમાં એમજીવીસીએલના માંડવી સબ ડિવિઝનમાં આવતા 964 વીજ ગ્રાહકો પાસેથી 16.62 લાખની રકમ વસૂલાત કરવાની હોય જેના માટે કુલ 22 ટીમો બનાવાઈ હતી. આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે રાખી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ માંડવી સબ ડિવિઝનમાં આવતા 964 વીજ ગ્રાહકોનો ડીસી ઓર્ડર ઈશ્યુ થયેલ હોઈ જેઓની પાસેથી 16.62 લાખની રકમ બાકી વીજ બીલની વસૂલવાની બાકી છે. જે માટે જુદી જુદી 22 ટીમો દ્વારા કરવામાં આવેલી કામગીરી દરમિયાન 381 જેટલા વીજ ગ્રાહકો પાસેથી 8.47 લાખ રૂ.બાકી વીજ બીલની રકમની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે 3.52 લાખની રકમ નહીં ભરનાર 224 ગ્રાહકોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા.