ટેકનોલોજીમાં રોજે રોજ એટલા બદલાવો થતાં રહે છે કે તમામ ટેકનોલોજીની વસ્તુઓમાં નવા નવા ફિચર્સ ઉમેરાતા રહે છે. ફોનની વાત કરો કે ગાડીની કે પછી ઘરમાં વપરાતી એવી વસ્તુઓ કે જેના માટે કદાચ આપણે અંદોજો ન લગાવી શકીએ કે આવી વસ્તુઓમાં પણ ટેકનોલોજીના ઉપયોગથી તેને વધુ સુવિધાજનક બનાવી શકાય. હાલ એવાં ટોઈલેટો ચર્ચામાં છે કે જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આ ઉપરાંત પ્રદૂષણને ઓછું કરવા તેમજ ગ્લોબલ વોર્મિગ જેવી સમસ્યાનો સામનો કરવા માટે ઈલેકટ્રોનિક વાહનો પણ લોકો ઉપયોગ કરતાં થયાં છે. આ વાહનોમાં પણ રોજબરોજ નવા નવા ફિચર્સો એડ થતાં રહે છે ત્યારે આ વચ્ચે હવે વાહન કંપની MG મોટર ઇન્ડિયાએ તેનું નવું મોડલ ‘કોમેટ’ પેશ કર્યું છે. તેની શરૂઆતી શોરૂમ કિંમત 7.98 લાખ રૂપિયા છે.કંપનીનો દાવો છે કે તે દેશમાં સૌથી સસ્તું ઇલેક્ટ્રિક વાહન (EV) છે.
કંપનીએ આ કારને યુવા પેઢીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરી
કંપનીએ આ કારને યુવા પેઢીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરી છે. તેની બોડીની વાત કરીએ તો તે Tata Tiago EV કરતાં પણ નાની છે. કારમાં LED હેડલેમ્પ્સ, LED ટેલલાઇટ્સ, ડે ટાઇમ રનિંગ લાઇટ્સ અને 12-ઇંચ સ્ટીલ વ્હીલ્સ છે. તે વાહનની સાઇડ પ્રોફાઇલને વધુ સારો લુક આપે છે. કારની અંદર 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે વાયરલેસ એન્ડ્રોઇડ અને ઓટો એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે. સ્ટિયરિંગ પર કંટ્રોલ બટન આપવામાં આવ્યા છે.
સલામતી સુવિધાઓ
જે રીતે ગાડીઓમાં સલામતી માટે ફચર્સ આપવામાં આવે છે તેવી જ રીતે આ કારમાં ડ્યુઅલ એરબેગ્સ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન, રિયર પાર્કિંગ સેન્સર્સ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ એલર્ટ સિસ્ટમ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરા અને સ્પીડ સેન્સિંગ ડોર લોક ફંક્શન છે. આ સાથે ઈમ્પેક્ટ સેન્સિંગ ઓટો ડોર અનલોક ફંક્શન પણ આપવામાં આવ્યું છે.
બેટરી અને ડ્રાઇવિંગ રેન્જ
MG Motors કારમાં 17.3 kWh બેટરી આપી રહી છે. તેની મોટર 41bhp પાવર અને 110Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનું કહેવું છે કે એકવાર ચાર્જ કર્યા બાદ તે 230 કિમી સુધી ચાલશે. તેની બેટરીને ચાર્જ થવામાં લગભગ 7 કલાકનો સમય લાગે છે.
બુકિંગ ક્યારે શરૂ થશે
MG કોમેટ EV માટે બુકિંગ 15 મેથી શરૂ થવા જઈ રહ્યું છે. તે કંપનીની વેબસાઈટ અને ડીલરશીપ દ્વારા બુક કરી શકાય છે. કારની ટેસ્ટ ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે. બુકિંગની સાથે ડિલિવરી પણ આવતા મહિનાથી શરૂ થશે. જાણકારી મળી આવી છે કે કંપનીએ આ કારને Tata Tiago EV કરતા ઓછી કિંમતે બજારમાં ઉતારી છે.