SURAT

આખેઆખી મેટ્રો ટ્રેન ઊંચકી શકાય તેવા જેક ખરીદવા સુરતમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા

સુરત: (Surat) સુરત મેટ્રોની (Metro) કામગીરી હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. સ્થાયી અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ડિસેમ્બર 2023 સુધીમાં મેટ્રોના પ્રથમ ફેઝમાં ટ્રેન (Train) દોડતી થઈ જશે. ગઈકાલે જ જર્મન બેંક (German Bank) દ્વારા મેટ્રો માટેની લોન (Loan) પર હસ્તાક્ષર કર્યા હતા. અને હવે જીએમઆરસી (GMRC) દ્વારા સુરત મેટ્રો માટે ઉપયોગી પીટ જેક (Pete Jack) અને મોબાઈલ જેક માટે ટેન્ડર (tender) બહાર પાડવામાં આવ્યા છે. આ જેક થકી મેટ્રોને લિફ્ટ (Lift) રવામાં આવશે.

હાલમાં જીએમઆરસી (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા પીટ જેકના 2 સેટ અને મોબાઈલ જેકના 2 સેટ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આ જેકની અંદાજીત કિંમત રૂા. 14.67 કરોડ આંકવામાં આવી છે. આ જેક અંદાજીત 400 ટન એટલે કે, 40 લાખ કિલોનું વજન ઉંચકી શકવાની ક્ષમતા હશે. હાલમાં સુરત મેટ્રોમાં 3 કોચની ટ્રેન હશે. જેનું અંદાજીત 160 ટન હશે. જેને આ જેક દ્વારા સરળતાથી લિફ્ટ કરી શકશે. અને સુરત મેટ્રોને આ જેકની મદદથી લિફ્ટ કરી સ્ટેશન પર મુકાશે. સાથે જ વર્કશોપમાં મેટ્રો રેલના મેઈન્ટેન્નસ કામ માટે પણ આ જેક ઉપયોગી સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરત મેટ્રો ફેઝની કામગીરી શહેરમાં ચાલી રહી છે. ડ્રીમ સિટીથી સરથાણા સુધીના 20 કિ.મી ના રૂટ માટે સોઈલ ટેસ્ટિંગ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમજ અંડરગ્રાઉન્ડ (Underground) રૂટ (Route) માટે ટનલ બોરિંગ (Tunnel boring) મશીનના એસ્મબલીંગની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.

મેટ્રો માટે અશ્વનીકુમાર રોડ પર 1.125 ચો.મી. જમીનની માંગણી કરાઈ

આ અગાઉ અલથાણ, પાલ અને લંબેહનુમાન રોડ પર લીઝથી જમીનો ફાળવ્યા બાદ હવે અશ્વિનીકુમાર વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેકટના કામ માટે 1,125 ચોરસમીટર જમીનની (Land) માંગણી જીએમઆરસી દ્વારા કરાઇ હોય તેની ફાળવણી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં જમીનનો કબ્જો હાલમાં સુરત મહાનગર પાલિકા હસ્તક છે. આ સ્થળે જુનું સુએઝ પંપીગ સ્ટેશન છે. જે હાલમાં કાર્યરત નથી. જેથી આ સુએઝ પંપીગ સ્ટેશનને દૂર કરવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલને પ્રવર્તમાન જંત્રી ભાવે પ્રિમીયમ અને 2.50 પ્રતિચો.મીટરના લેખે વાર્ષિક ભાડું તથા 99 વર્ષના ભાડાપટ્ટે ફાળવણી કરવા માટે સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શાસકો સમક્ષ મુકાયેલી દરખાસ્તમાં ટી.પી સ્કીમ નં 4 (અશ્વિનીકુમાર-નવાગામ), ફાઇનલ પ્લોટ નં એમ/7 પૈકી વાળી જમીન સેન્ટ્ર્લ વેરહાઉસ પાસે બનનારા મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝીટ તેમજ અમુક હેતુ માટેની બિલ્ડીંગના માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સુરત મનપા પાસે 272 ચોરસમીટર જમીન મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ માટે જ્યારે 853 ચોરસમીટર જમીન એન્સીલરી બિલ્ડીંગ માટે ફાળવવા માંગણી કરી છે.

Most Popular

To Top