Sports

મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે

દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી ભારતના ત્રણ દિવસના પ્રવાસ પર છે. GOAT ઇન્ડિયા ટૂરના ભાગ રૂપે તે ત્રણ દિવસ માટે ભારતમાં છે. કોલકાતા પછી તે હવે હૈદરાબાદમાં છે. અહીં તેમણે ઉપ્પલ સ્ટેડિયમમાં રેવંત રેડ્ડી-9 અને મેસ્સી ઓલસ્ટાર્સ વચ્ચેની મૈત્રીપૂર્ણ મેચના પેનલ્ટી શૂટઆઉટમાં ભાગ લીધો. મેદાનમાં પ્રવેશતાની સાથે જ તેમણે ગોલ કર્યો હતો. એક મ્યુઝિકલ નાઇટ અને ત્યારબાદ લેસર શો યોજાયો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. બંને મેસ્સીને તાજ ફલકનુમા પેલેસમાં મળ્યા હતા.

આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી, ઉરુગ્વેના સ્ટ્રાઈકર લુઈસ સુઆરેઝ અને આર્જેન્ટિનાના મિડફિલ્ડર રોડ્રિગો ડી પોલ ભારત આવ્યા હતા. ત્રણેય ફૂટબોલરો સવારે 2:30 વાગ્યે કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યા હતા. સવારે ૧૧ વાગ્યે મેસ્સીએ વર્ચ્યુઅલી તેમના ૭૦ ફૂટ ઊંચા પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું, જેમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન પણ હાજર રહ્યા હતા. ફૂટબોલરો સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યા, જ્યાં તેઓ ચાહકોને મળ્યા. લગભગ ૨૨ મિનિટ પછી ત્રણેય ખેલાડીઓ ત્યાંથી ચાલ્યા ગયા, જેના કારણે ગુસ્સે ભરાયેલા ચાહકોએ સ્ટેડિયમ પર બોટલ અને ખુરશીઓ ફેંકી ધમાલ મચાવી હતી.

મેસ્સી કાલે મુંબઈમાં તેંડુલકરને મળશે
મેસ્સી યુનિસેફ, યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) ના બ્રાન્ડ એમ્બેસેડર છે અને ભારતમાં “GOAT ઇન્ડિયા” પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. મેસ્સી હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હી સહિત ચાર શહેરોની મુલાકાત લેશે. તેઓ મુંબઈમાં સચિન તેંડુલકરને પણ મળશે. તેમનો પ્રવાસ 15 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત સાથે સમાપ્ત થશે.

Most Popular

To Top