Charchapatra

શિક્ષકો માટે માનસિક અને ભાવનાત્મક સુખાકારી

થોડા સમય પહેલાં જ મારે FDP (ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ) ના કાર્યક્રમમાં  ભાગ લેવાનું થયું. એ સમય દરમિયાન આજના શિક્ષણજગતના કેટલાક સળગતા પ્રશ્નો, આજના આધુનિક સમયનું શિક્ષણજગતમાં નોંધપાત્ર પડકારોનો સામનો એક અધ્યાપકે ડગલેને પગલે કરવો પડે છે. એક બાજુ શિક્ષણજગતમાં AI એ પોતાનો પગપેસારો કરી રહ્યું છે ત્યારે એવા સમયે અધ્યાપક માટે માનસિક અને ભાવનાત્મક સુખાકારીની પહેલ આજના સમયમાં આવશ્યક બની રહ્યું. માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામના કાર્યક્રમ દરમિયાન ચાણક્યના વાક્ય ચોક્કસ ધ્યાન ખેંચે છે. 

શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ! આજે અધ્યાપક એટલે હરતી-ફરતી પાઠશાળા જેવો છે. ૧. તણાવ જાગૃતિ અને સ્વ-મૂલ્યાંકન ૨. ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા અને પીઅર સપોર્ટ ૩. શારીરિક સુખાકારી અને ઊર્જા વ્યવસ્થાપન ૪. વ્યક્તિગત તણાવ વ્યવસ્થાપન યોજના બનાવવી વગેરે. જો કે એક અધ્યાપક પોતાની આંતરિક બળથી લડતો જ હોય છે. જો કે એક અધ્યાપક નિર્માણ અને પ્રલયને સાથે લઇ ચાલી શકતો હોય તો અહીં આપણે ચોક્કસ યાદ રાખવું રહ્યું કે, અધ્યાપક પોતે પહેલાં માનસિક અને સ્વાસ્થ્યના સંદર્ભે ફીટ રહેવું પડશે ,પછી આવનારા પડકારોનો સામનો પહેલાં લડશે પછી વિદ્યાર્થીને લડતાં શીખવશે.
ડુમલાવ           – ચંદ્રકાન્ત  પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top