Gujarat

મહેસાણા સેશન્સ કોર્ટે જીગ્નેશ મેવાણી સહિત 10 લોકોને નિર્દોષ જાહેર કર્યા

અમદાવાદ : મહેસાણામાં (Mehsana) 2017માં મંજૂરી વગર રેલી યોજવાના કેસમાં મહેસાણ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના હુકમને રદ કરીને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત 10 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતાં.

2017માં મહેસાણા થી ધાનેરા સુધી આઝાદી કૂચ કાઢવાના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ, સુબોધ પરમાર, કૌશિક પરમાર સહિત 10 લોકોને સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કરી નિર્દોષ જાહેર મુક્ત કર્યા હતા. અગાઉ મહેસાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ જીગ્નેશ મેવાણી સહિત 10 લોકોને દોષિત જાહેર કરી ત્રણ માસની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. નીચલી કોર્ટના હુકમને મહેસાણા સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં મહેસાણા સેશન્સ કોર્ટ તમામને નિર્દોષ જાહેર કર્યા હતા.

2017માં ઉનાકાંડની વરસી નિમિત્તે બનાસકાંઠામાં દલિત પરિવારને ફાળવેલી જમીનનો કબજો આપવામાં આવે તે માટે મહેસાણા થી ધાનેરા સુધી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત અનેક લોકોએ આઝાદી કુચ રેલી યોજી હતી. જોકે આ રેલીને મંજૂરી ન મળતા મંજૂરી વગર રેલી કાઢવા બદલ જીગ્નેશ પટેલ, રેશમા પટેલ સહિત દસ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top