ગાંધીનગર: ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન (વય વંદના) યોજના હેઠળ મહેસાણા (Mehsana) જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ ૧૪૭૪ અરજી મળી હતી. જેમાંથી ૧૪૨૧ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન (વય વંદના) યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં રૂ.૯૨,૭૩,૫૦૦ રકમની ચૂકવણી પણ કરવામાં આવી છે.
વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ૬૦ વર્ષથી ૭૯ ની ઉંમર ધરાવતા વૃદ્ધોને રૂ.૧૦૦૦ તથા ૮૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રૂ.૧૨૫૦ સીધા DBT મારફતે તેમના એકાઉન્ટમાં જમાં કરાવવામાં આવે છે.