Vadodara

મેઘરાજા વરસતા : સ્માર્ટસિટી વિકાસમાં ડુબ્યું

વડોદરા: વડોદરા શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયુરભાઇ રોકડીયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ તેમજ સ્થાયી સમિતીના અધ્યક્ષ ડૉ.હિતેન્દ્ર પટેલ દ્વારા બદામડી બાગ સ્થિત સીટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની આજે સાંજે મુલાકાત લીધી હતી. અને વરસાદને કારણે આજવા સરોવર અને વિશ્વામિત્રી નદી વગેરે સ્થળે પાણીના લેવલની અંગે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા અંગે ચીફ ફાયર ઓફીસર પાસેથી તમામ માહિતી મેળવી હતી.

વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયુરભાઇ રોકડીયાએ જણાવ્યુ હતું કે, વડોદરા શહેરમાં સવારથી લઇ સાંજ સુધીમાં ૧ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે . હાલ વિશ્વામિત્રી નદીનુ લેવલ હાલ ૯ ફુટ તથા આજવા સરોવરનું લેવલ પણ ૨૦૮.૭૦ જેટલું છે. જ્યારે આજવા સરોવરમાં ૨૧૧ ફુટની કેપેસીટી છે. જ્યારે વિશ્વામિત્રી ભયજનક સપાટી ૨૦ ફુટ છે. હાલ વડોદરા શહેર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જેથી હાલ શહેરના નાગરિકો ચિંતા કરવા જેવુ નથી. હાલ વરસાદ બંધ થવાને લીધે વિવિધ જગ્યાએ પાણી ભરાયા હતા તે પણ થોડી વારમાં ઉતરી ગયેલ છે. વડોદરા શહેરનું તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ પણે સક્ષમ અને કાર્યરત છે.

તકેદારીના ભાગરૂપે તમામ વોર્ડ ઓફીસો આજે રાત્રે પણ ચાલુ રાખવા સૂચનાઓ આપવામાં આવી છે . મ્યુનિસિપલ કમિશનર શલિની અગ્રવાલે જણાવ્યુ હતુ કે આગામી વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગો તથા વોર્ડ ઓફીસોને સજ્જ છે , તેમજ તમામ અધિકારીઓને વરસાદ પછીની કામગીરીમાં તાત્કાલિક શરૂ કરવા સૂચના આપેલ છે . હાલમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇ 24 X 7 કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે . જેમાં નાગરિકો દ્વારા મળતી ફરીયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે.

આ ઉપરાંત ભારેથી અતિભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કિસ્સામાં નાગરિકોને સુરક્ષીત રીતે સ્થળાંતર કરવા માટે વોર્ડ વાઇઝ ૧૯ જેટલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળાઓમાં ૩૦૦૦ જેટલા નાગરિકો માટે રહેવાની તેમજ ભોજન અને પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓનુ આગોતરૂ આયોજન કરવામાં આવ્યુ છે.
તેમજ કંન્ટ્રોલ રૂમ ખાતે કર્મચારીઓ નાગરિકોને વિવિધ રીતે માહિતગાર કરી રહ્યા છે . આ પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડની વિવિધ ટીમોએ આજરોજ ૧૪ કોલ રિસિવ કરી જે તે સ્થળે જઇ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

વરસાદ વરસતા જ વડોદરા શહેરમાં મગરોએ દેખા દીધી
ગુરુવારથી ધીમી ગતીએ વરસી રહેલા વરસાદને કારણે નદી, નાળા અને તળાવો છલકાયેલા જોવા મળી રહ્યા છે તેવામાં આજ રોજ બપોર બાદ વરસી રહેલા વરસાદને કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં મગરોએ દેખા દીધી હતી જેથી શહેરના રહીશોને જળચર પ્રાણીને લઈને ભયની ભીતિ સેવી રહ્યા છે. વડોદરા શહેરમાં બપોર બાદ ધમાકેદાર બેટીગ જોવા મળી હતી જેમાં વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાય જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં નદી, નાળા અને તળાવોમાં પણ પાણી ભરાય ગયા હતા. જેને લીધે વડોદરાના કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ તળાવમાં પણ મગર જોવા મળ્યો હતો જેથી ત્યાં પાસે આવેલી રાજસ્તંભ સોસાયટીમાં પાણી ભરાય જવાને લીધી ત્યાંના રહીશોને પણ જળચર પ્રાણી સોસાયટીમાં આવી જાય છે જેને લીધે ત્યાના રહીશો દ્વારા મગરોને કારણે ભયનો માહોલ બન્યો છે. જયારે બીજી બાજુ પાલિકા દ્વારા પણ વર્ષોથી રાજસ્થંભ સોસાયટીમાં પાણી ભરાય જવાનો બનાવ સામે આવે છે.

પાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરી પ્રથમ વરસાદમાં ધોવાઇ ગઈ
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની પ્રિ મોન્સુનની કામગીરી ગુરુવારે પડેલા વરસાદમાં ધોવાઇ ગઈ છે. પાલિકા દ્વારા જે પ્રિ મોન્સુનની કામગીરી કરવામાં આવી હતી તેમાં શહેરના વિવિધ વિસ્તારમાં રોડ રસ્તાની હાલત ખખડઘજ જેવી થઇ ગઈ છે. જ્યાં જુવો ત્યાં જાહેર રોડ રસ્તા પર ખાડા ટેકરા હોય કા તો માણસ ઉતરી જાય તેટલા મોટા ભુવા જોવા મળી રહ્યા છે. જેથી પાલિકાની પ્રિ મોન્સુનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. ગુરુવારથી ધીમી ધારે પડી રહેલા વરસાદે મંગળવારના બપોર બાદ ધમાકેદાર બેટિંગ કરી હતી જેમાં વડોદરા મહાનગર પાલિકાના કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. વડોદરા આમતો પહેલાથી જ ભુવા નગરી તરીકે ઓળખાય રહી છે તેવામાં આજ રોજ સમાં સાવલી રોડની એક સોસાયટીમાં બપોર બાદ તોફાની વરસાદ પડ્યા પછી ભૂવો પડી ગયો હતો આ ભૂવો એટલો મોટો હતો કે તેમાં માણસ પણ આખું બેસી જાય તો પણ જોઈ શકાય નહી તેવી હાલત વડોદરાના વિવિધ વિસ્તરમાં જોવા મળી હતી. સમાં સાવલી રોડ પર ભૂવો પડતાની સાથે જ સોસાયટીના રહીસોને પણ અવર જવર કરવામાં માટે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ પાલિકાના અધિકારીઓને ફક્ત એસી ગાડીમાં ફરવાનું અને એસી રૂમમાં બેસવનું હોય તેથી કામગીરી શું કરે તે એક પ્રશ્ન નગરજનોને સતાવી રહ્યો છે. બીજી બાજુ વોર્ડના ચુટાયેલા નગરસેવકો પણ ફક્ત કોઈ ઉદ્ઘાટન કરવાનું હોય કે રીબીન કાપવાની હોય તો જોવા મળે છે પરંતુ આ ભૂવો પડ્યા પછી આ લખાય છે ત્યાં સુધી પણ કોઈ નગરસેવક ત્યાં જોવા પણ ગયા નથી. સોસાયટીના રહીસો દ્વારા ચુટાયેલા નગરસેવકોને લઈને વિરોધ દર્શાવ્યો હતો કે વોટ માગવા હોય તો આવે છે પણ અમારી સમસ્યા માટે તો આવતા જ નથી.

રોડ શાખાના અધિકારી રાજેશ ચૌહાણને ગમે ત્યારે પણ ફોન કરો તો કોલ રીસીવ કરતા જ નથી
આ સંદર્ભે અમે અધિકારી રાજેશ ચૌહાણને ફોન કર્યો ત્યારે તેમને કોલ રીસીવ કર્યો હતો નહિ અને અમે તેમને ગમે ત્યારે પણ જવાબ લેવા માટે કોલ કર્યે ત્યારે તે કોલ રીસીવ કરતા જ નથી જવાબ આપતા નથી કા તો તેમને રોડ શાખાને લઈને કોઈ પ્રશ્નજના કરાઈ તેવી સ્થિતિ અધિકારી રાજેશ ચૌહાણ કરી રહ્યા છે. આ અધિકારી આવ તો કેવા જાડી ચામડીના અધિકારી છે કે કોલ રીસીવ કરતા નથી.

Most Popular

To Top