દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘરાજા મન મુકીને વરસ્યાં હતાં. વહેલી સવારથીજ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા સમયથી વિરામ લીધા બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાએ ફરી આગમન કરતાં જિલ્લાવાસીઓ સહિત ખેડુત આલમમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે તો બીજી તરફ વરસાદને પગલે નીચાળવાળા વિસ્તારો સહિત ઘરોમાં પણ પાણી ભરાઈ જવાના બનાવોમાં બન્યાં હતાં.
ખાસ કરીને દાહોદ શહેરમાં હાલ સ્માર્ટ સીટી અંતર્ગત ભુગર્ભ ગટર અને પાણીની પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીને પગલે ઠેર ઠેર જાહેર માર્ગાે પર અને સોસાયટી, ગલી મહોલ્લા વિગેરે સ્થળોએ ખાડાઓ ખોદી દેવાતાં વરસાદી માહોલ વચ્ચે કાદવ, કીચડ તેમજ જાહેર માર્ગાે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યાં છે. બપોરના ૨ વાગ્યા સુધીમાં દાહોદ તાલુકામાં કુલ સૌથી વધારે ૨૭ મીમી વરસાદ ખાબક્યો છે જ્યારે જિલ્લામાં કુલ ૯૨ મીમી વરસાદા પડ્યો છે.
દાહોદ શહેર સહિત જિલ્લાના ખેડૂત મિત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. લગભગ ૧૫ દિવસ પહેલા વસેલ વરસાદ બાદ સતત પંદર દિવસ સુધી મેઘરાજાએ દર્શન ન દેતાં જિલ્લાના ખેડૂતો મિત્રોમાં ચિંતાના વાદળો છવાયા હતા પરંતુ આજે બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદી પાણી છવાઈ ગયા હતા. દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ શહેરમાં વીજળીના કડાકા ધડાકા સાથે અને પવનના ભારે સુસવાટા સાથે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં હતાં.
સિંગવડમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
સિંગવડ તાલુકામાં ઘણા લાંબા સમયના વિરામબાદ મેઘરાજાની ધમાકેદાર અેન્ટ્રી તથા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે વરસાદ પડતા સાથે ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતા જ્યારે વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે જ્યારે વરસાદ પડતા નથી આમ નાગરિકમાં પણ ખુશી જોવા મળી હતી વરસાદ વરસતા મકાઈને તથા વધારે પડતા ડાંગરને જીવતદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું હતું વરસાદ પડે તો ખેડૂતોને ડાંગરના પાકમાં મોટરથી પાણી મૂકવાનું મટી જાય જ્યારે વરસાદ પડવાથી નાગરિક અને ખેડૂતો પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
શહેરાના ગ્રામીણ વિસ્તારમાં ચોમાસાનો માહોલ
શહેરાના ગ્રામીણ વિસ્તારમાં ચોમાસાનો માહોલ હોવાથી અમુક મગરો જાહેર માર્ગ ઉપર દેખાઈ આવતા હોય છે.ત્યારે તાલુકાના વાંટાવછોડા ગામની સીમમાં પસાર થતા ગ્રામજન ને મગર જોવા મળતા વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના આર.એફ.ઓ રોહિત પટેલના માર્ગદર્શન હેઠળ વનવિભાગની ટીમ વાંટાવછોડા ગામ ખાતે આવીને મગરને પકડી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે ૮ ફૂટ લંબાઈ ધરાવતો મગરને વનવિભાગ ની ટીમ એ મહા મહેનતે પકડી પાડીને પાનમ નદીમા છોડી દેવામાાઆવ્યો હતો.
કાલોલ વિસ્તારમાં લાંબા વિરામ બાદ શ્રાવણમાં મેઘમહેર થઇ
કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારમાં અષાઢ મહિનાના મધ્યાંતરે આવેલા વરસાદ પછી પાછલા વીસ પચીસ દિવસના લાંબા સમયના વિરામ બાદ વરસાદની કાગડોળે રાહ જોવાતી હતી. સંભવિત રીતે શ્રાવણ માસ કોરો જાય તો આખું વર્ષ ફોગટ જવાની લોકવાયકાની દહેશત વચ્ચે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભના પણ દશ દિવસ કોરો વહી જતા દુષ્કાળની ભીતિ સેવાઈ રહી હતી. જો કે આ અઠવાડિયાના પ્રારંભે ગરમી અને ઉકળાટના માહોલ સાથે વાદળ છવાયેલા વાતાવરણ વચ્ચે બુધવારથી વરસાદી માહોલ સર્જાયો હતો.
જે મધ્યે બુધવારે સાંજે અને ગુરૂવારે બપોર સુધી છુટાછવાયા મધ્યમ વરસાદને પગલે શ્રાવણ માસની હેલી સમાન સારા વરસાદની આશ બની હતી. બુધવાર અને ગુરૂવારે આવેલા સામાન્ય વરસાદને પગલે વાવેતરને જીવતદાન મળતા ધરતીપુત્રોએ આગામી દિવસોમાં સારો વરસાદ થવાની અમીભરી આશાએ રાહતનો શ્વાસ લીધો હતો. તદ્ઉપરાંત પાછલા પંદર દિવસથી સુષ્ક બનેલા ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણમાંથી મુક્તિ મળતા જનજીવન, ધરતી અને ધરતીપુત્રો ખુશખુશાલ બની ગયા હતા.