ગુજરાત પર ફરીથી મધ્ય-પૂર્વ-ઉત્તર ગુજરાત અને કચ્છ પર લો પ્રેશર સિસ્ટમ આવી છે. જેના પગલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. શનિવારે રાત સુધીમાં રાજ્યમાં 84 તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો છે. જ્યારે સુરેન્દ્રનગરના સાયલામાં 3 ઈંચ વરસાદ થયો હતો.
શનિવારે રાત સુધીમાં સાયલામાં 3 ઈંચ, મૂળીમાં 3 ઈંચ, દાહોદના ફતેપુરામાં અઢી ઈંચ, અરવલ્લીના ધનસુરામાં સવા બે ઈંચ, ઈડરમાં 2 ઈંચ, બોટાદના બરવાળામાં પોણા બે ઈંચ, ધોલેરામાં દોઢ ઈંચ, દસાડામાં દોઢ ઈંચ, પાટણના સરસ્વતીમાં દોઢ ઈંચ, થાનગઢમાં દોઢ ઈંચ, પાટણમાં સવા ઈંચ, દહેગામમાં સવા ઈંચ, બનાસકાંઠાના લાખણીમાં સવા ઈંચ, ઊંઝામાં સવા ઈંચ, દેત્રોજમાં સવા ઈંચ, ખેડબ્રહ્મામાં સવા ઈંચ વરસાદ થયો હતો. એકંદરે 25 તાલુકામાં 1થી 3 ઈંચ વરસાદ થયો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એકલા ઘોઘામાં પોણા ત્રણ ઈંચ સાથે 130 તાલુકામાં હળવો વરસાદ થયો હતો. રાજ્યમાં સરેરાશ 73.67 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 75.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 57.41 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 62.83 ટકા, સૌરાષ્ટ્રમાં 87.19 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 73.95 ટકા વરસાદ થયો છે.