Vadodara

મેઘમહેર થતા બફારાથી શહેરીજનોને આંશિક રાહત

વડોદરા : ઉનાળાના લાંબા સમય બાદ રવિવારે સવારથી જ વડોદરામાં મેઘમહેર ધીમી ધારે વરસી રહ્યો છે. બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વડોદરા શહેરમાં વરસાદ પડવાને કારણે શહેરવાસીઓને ઉનાળાની આકરી ગરમીના બફારામાંથી રાહત મળશે તેવી લાગણી શહેરવાસીઓ અનુભવી રહ્યા છે. વડોદરામાં વરસાદ છુટો છવાયો જ વરસ્યો હતો. જો કે, રવિવારે વહેલી સવારથી વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા. જાણે પહેલો વરસાદ વરસસે તેવો અંદાજો શહેરવાસીઓને સવારથી રાખતા હતા.

જોકે શહેરમાં આખરે વરસાદ વરસતા શહેરવાસીઓએ આનંદની લાગણી અનુભવી હતી. વરસાદ વરસવાને કારણે ઉનાળાની ગરમીમાંથી રાહત મળશે તેવું શહેરવાસીઓ માની રહ્યા છે. જો કે, ગઇ કાલે પણ વડોદરા શહેરમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. તેની સરખામણીમાં આજે ઘણો સારો એવો વરસાદ વડોદરા શહેરમાં વરસ્યો હોવાનું શહેરવાસીઓ અનુમાન લગાવી રહ્યા છે. જો કે, થોડા સમય બાદ વરસાદે વિરામ લીધો હતો. જેને કારણે શહેરના વાતાવરણાં થોડી ઠંડક પ્રસરી હોય તેમ શહેરીજનો અનુમાન લગાવતા હતા. આમ વડોદરા શહેરમાં રવિવારે વહેલી સવારથી શહેરમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યું હતું જેને લઈને થોડો સમય વરસાદ પણ પડ્યો હતો. જેને લઈને શહેરીજનો માં પણ આનદની લાગણી જોવા મળી હતી.

પ્રથમ વરસાદે પાલિકાની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી
વડોદરા શહેરમાં વડાપ્રધાનના આગમનનાને લઇ પાલિકા તંત્ર દ્વારા તેના રૂટ ઉપર નવા રોડ બનાવવામાં આવ્યા હતા. એરપોર્ટ થી લેપ્રેસી મેદાન સુધી લખોટી ગગડે તેવા રોડ રાતોરાત નિર્માણ કરવામાં આવ્યું પરંતુ કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલ પાલિકા તંત્રની પોલ પ્રથમ વરસાદે ખુલ્લી પાડી દીધી છે. શહેરમાં પણ માર્ગ પર ઠેરઠેર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો નજરે પડ્યા હતા.ચોમાસાની શરૂઆતે જ આ હાલ છે તો આગામી દિવસોમાં શુ હાલ થશે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.પૂર્વ વિસ્તારમાં દરવર્ષે ચોમાસામાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાઈ જવાના કારણે મોટી માત્રામાં નુકશાની વેઠવી પડી છે.ત્યારે આ વખતે પણ વરસાદી પાણીનો નિકાલ થશે કે નહીં તે વાતને લઈને પણ લોકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

Most Popular

To Top