નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) એટલે કે AI નો ઉપયોગ તમામ ક્ષેત્રોમાં ઝડપથી વધી રહ્યો છે. સર્જનાત્મક ક્ષેત્રોમાં (Creative fields) પણ તેમનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે કતાર એરવેઝે (Qatar Airways) પણ આવું જ કંઈક કરી બતાવ્યું છે. કતારની સરકારી એરલાઈને Sama 2.0 રજૂ કરી છે. જે AI-આધારિત ડિજિટલ માનવ કેબિન ક્રૂ એટલે કે એર હોસ્ટેસ (Air hostess) છે.
વેબ સમિટ કતાર દરમિયાન કતાર એરવેઝે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત એર હોસ્ટેસનો ડેમો આપ્યો હતો. આ કેબિન ક્રૂ એર હોસ્ટેસ, હ્યુમન એર હોસ્ટેસની જગ્યા લેશે નહીં. પરંતુ તેને એરક્રાફ્ટમાં વધારાની સુવિધા તરીકે રાખવામાં આવશે. સરળ ભાષામાં કહીયે તો એરલાઇન્સે વિશ્વની પ્રથમ AI એર હોસ્ટેસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી છે. એરલાઈને તેને ITB બર્લિન 2024માં રજૂ કરી છે. આ એક ડિજિટલ માનવ કેબિન ક્રૂ મેમ્બર છે. જે વિશ્વની શ્રેષ્ઠ AI પર આધારિત છે.
કતાર એરવેઝે ડિજિટલ હ્યુમન કેબિન ક્રૂ લોન્ચ કરીને ટેક્નોલોજીની એક નવી ઓળખ રજૂ કરી છે. કતાર એરવેઝ મુસાફરોના અનુભવને સુધારવા માટે AI નો ઉપયોગ કરી રહી છે. જેનાથી વિશ્વની અન્ય એરલાઇન્સને પણ પ્રોત્સાહન મળશે.
વિશેષ તાલીમ આપવામાં આવી છે
એર હોસ્ટેસ સમાને (Sama) દોહામાં તૈયાર કરવામાં આવી છે. તેમજ તેને કતાર એરવેઝ માટે ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે વિશેષ તાલીમ આપવામાં આવી છે. મુસાફરો અને મીડિયા સાથેની વાતચીત દરમિયાન પણ, Sama AI નવી વસ્તુઓ શીખતી રહી અને તેના સંચારમાં સુધારો કરતી રહી. હજી કંપની આ પ્રોજેક્ટ પર સતત કામ કરી રહી છે.
Sama AIનું અપડેટેડ વર્ઝન રિયલ ટાઈમ જવાબો આપી શકે છે. જો તેને કતાર એરવેઝને લગતા FAQ થી જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવે છે. તો સમા તેમને વાસ્તવિક સમયમાં જવાબ આપશે. આ સિવાય આ AI ડેસ્ટિનેશન, સપોર્ટ ટિપ્સ અને અન્ય પ્રકારની માહિતી પણ આપી શકે છે. જેને QVerse દ્વારા એક્સેસ કરી શકાય છે.
તમે કેવી રીતે ઍક્સેસ કરી શકો છો?
QVerse એ કતાર એરવેઝનું ડિજિટલ પ્લેટફોર્મ અને સત્તાવાર એપ્લિકેશન છે. કતાર એરવેઝ અને UneeQ એ સમાના વિકાસ માટે ભાગીદારી કરી છે. કંપનીઓનો હેતુ AI દ્વારા ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ અને સેવા આપવાનો છે. કોરોના મહામારી બાદ કતાર એરવેઝમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે તેમણે AIનો ઉપયોગ પોતાની એે લાઇન્સને અન્યથી અલગ બનાવવા માટે કર્યો છે.