Charchapatra

મેડીકલેઇમ પોલિસી જરૂરી

આજની અતિ વ્યસ્ત, સંવેદનશીલ જીવનશૈલીમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એમ આપણે ઇચ્છીએ છીએ. પરંતુ જો કમનસીબે અચાનક ગંભીર માંદગી કે અકસ્માત થાય અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવી પડે તો આજના મોંઘવારીના જમાનામાં હોસ્પિટલના ઓપરેશન તથા જરૂરી મેડીસીન – ઇન્જેકશનનો ખર્ચ ઘણો જ હોય છે. જેને પહોંચી વળવા દરેક વ્યક્તિ કુટુંબનાં સભ્યોની તેમની મેડીકલેઇમ પોલીસી આશીર્વાદરૂપ બની રહે છે. આ ઘણી વીમા કંપનીઓ જુદા જુદા પ્રકારના આવરણને કવર કરતી મેડીકલેઇમ પોલિસી આપે છે, જે આપની પ્રિમીયમ ભરવાની ક્ષમતાને આધારે વીમા એજન્ટનો સંપર્ક કરી મેળવી શકો છો.

બીજું, સુરતની ઘણી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા જનરલ ઇન્સ્યુરન્સ કો. સાથે ટાઈ-અપ કરી, કેશ-લેશ સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. જેમાં દર્દીનાં જરૂરી આઈ.ડી.પ્રુફ તથા નિયમ મુજબની હોસ્પિટલમાં ડિપોઝીટ ભરવાથી,ટ્રીટમેન્ટ શરૂ થઇ જાય છે અને ત્યાર પછી મેડીકલેઇમ પોલિસી નં. વીમા કંપનીનું નામ વિ. માહિતી હોસ્પિટલને આપવાની હોય છે. ખાસ વિશેષમાં દર્દીનાં કુટુંબીજનોએ હોસ્પિટલ જ જનરલ વીમા કંપની સાથે ટાઈ-એપ હોય છે, તે ડીરેકટ થાય છે. આથી દર્દીએ મેડીકલેઇમ પોલિસી લીધી હોય તે સારામાં સારી ટ્રીટમેન્ટ લઇ જીવ બચાવી શકે છે. પરંતુ આ મેડીકલેઇમ પોલિસી દર વર્ષે રીન્યુ કરાવવાની હોય છે, નહીં તો બંધ પડેલી પોલિસીને લાભ ન મળી શકે. આ અંગેની વિશેષ માહિતી માટે આપના વીમા એજન્ટનો સંપર્ક કરી વધુ વિગતો મેળવી શકો છે.
સુરત     – દીપક દલાલ –  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top