ભાઇશ્રી યજ્ઞેશ દવેનો દર્પણપૂર્તિનો વૃદ્ધોની વ્યથા રજુ કરતો લેખ વાંચ્યો. મેડિકલ સાયન્સની અવનવી દવાઓની શોધને કારણે મોટાભાગના રોગો મટતા નથી પણ કાબુમાં રહે છે, આને કારણે વૃદ્ધ વ્યકિત પીડાદાયક લાંબુ આયુષ્ય ભોગવે છે.
લેખકે જણાવ્યું એમ વૃદ્ધાવસ્થામાં દરેક અંગો નબળા પડતા જાય છે, પણ આપણું મન નબળુ નથી પડતું. ઘણીવાર તો વૃદ્ધાવસ્થામાં ઇચ્છાઓ વધી જાય છે, એટલે જ ભકત કવયત્રિ મીરાએ ગાયું હતું ‘મારો હંસલો નાનો ને પિંજર જુનુ તો થયું’. અહીં હંસલો એટલે મન. મીરા કહેવા માંગતા પિંજર એટલે કે શરીર તો જુનુ એટલે કે વૃદ્ધ થયું છે પણ હંસલો યુવાનીમાં હતો એવો ને એવો નાનો જ રહ્યો છે.
સુરત – ઉપેન્દ્ર કે. વૈષ્ણવ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.