શ્રીલંકા: પાડોશી દેશ શ્રીલંકા(Sri Lanka)માં આર્થિક સંકટ(Crisis) વધુ ઘેરું બન્યું છે. દેશમાં દવા(Tablet)ઓની ખુબ અછત(Shortage) વર્તાઈ રહી છે. જેથી મંગળવારનાં રોજ દેશમાં મેડીકલ ઈમરજન્સી(Medical Emergency) જાહેર કરી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે આ નિર્ણય દર્દીઓના જીવ બચાવવા માટે લેવામાં આવ્યો છે. આ પહેલા સરકારે જાન્યુઆરીમાં જાહેર આરોગ્ય સેવાઓને આવશ્યક સેવાઓ જાહેર કરવામાં આવી હતી. શ્રીલંકાનાં નાગરીકોએ દવા ઉપરાંત વીજળી જેવી સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, દેશનાં સરકારી મેડીકલ ઓફિસરો(GOMA)ની ઈમરજન્સી સમિતિની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીટીંગ દરમિયાન ઇમરજન્સી એક્ટના અમલીકરણ અને દવાઓની તીવ્ર અછત અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સેક્રેટરી ડો. શેનલ ફર્નાન્ડોએ કહ્યું કે, દર્દીઓનો જીવ બચાવવા માટે મેડીકલ ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક દરમિયાન મેડીકલ ઓફિસરોએ ખુલાસો કર્યો કે ખરાબ પ્રતિબંધોના પગલે દેશમાં દવાઓની ગંભીર અછત સર્જાઈ છે.
સરકાર અને આરોગ્ય મંત્રાલયે ઇમરજન્સી દવાઓની અછત માટે સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ : ડૉ. ફર્નાન્ડો
શ્રીલંકાનાં એક સમાચારપત્રોનાં અહેવાલ મુજબ જો આ જ આર્થિક સ્થિતિ યથાવત રહી તો દવાની અછત ગંભીર સ્થિતિ સુધી પહોંચી જશે. હાલમાં જ શ્રીલંકામાં આર્થિક સંકટ નાં પગલે પરિસ્થિતિ બગડતા સરકાર દ્વારા કર્ફ્યું લાદવામાં આવ્યો હતો. જેના વિરોધમાં જનતા રસ્તા પર ઉતરી આવી હતી.
ડૉ. ફર્નાન્ડોએ કહ્યું, ‘સ્વાસ્થ્ય સેવાઓને આવશ્યક જાહેર કર્યા પછી, સરકારે દેશમાં આવશ્યક દવાઓનાં પુરવઠાની ખાતરી કરી જોઈતી હતી. તેથી, સરકાર અને આરોગ્ય મંત્રાલયે ઇમરજન્સી દવાઓની અછત માટે સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ તેવું જણાવ્યું હતું. આર્થિક સંકટને દુર કરવા માટે સરકારનાં પ્રયાસો સામે જનતા નારાજગી જાહેર કરી રહી છે. કોલંબોમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા બાદ શ્રીલંકાએ ત્રણ દિવસના કર્ફ્યુની જાહેરાત કરી હતી.
લોકો રાજપક્ષે પરિવાર સામે રોષે ભરાયા
શ્રીલંકામાં ગંભીર આર્થિક સંકટ વચ્ચે સત્તા સંઘર્ષ ચાલુ છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ વિપક્ષની માંગ પર પદ છોડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે તેઓ સંસદમાં 113 સભ્યોની બહુમતી સાબિત કરનાર કોઈપણ પક્ષને સત્તા સોંપવા માટે તૈયાર છે. દરમિયાન નવા નિયુક્ત નાણામંત્રી અલી સાબરીએ બીજા જ દિવસે રાજીનામું આપી દીધું હતું. દેશના રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ વધી રહી છે. વિરોધ પક્ષોએ રાષ્ટ્રપતિ રાજપક્ષેની અપીલને પણ નકારી કાઢી હતી, જેમાં તેમણે વિપક્ષને એકતા કેબિનેટમાં સામેલ થવા વિનંતી કરી હતી. જ્યારે શ્રીલંકાના નવા મંત્રી અલી સાબરીએ નિમણૂંકના બીજા જ દિવસે રાજીનામું આપ્યું હતું.
શ્રીલંકામાં ગંભીર આર્થિક સંકટ વચ્ચે હવે લોકોમાં શાસક રાજપક્ષે પરિવાર સામે આક્રોશ વધી રહ્યો છે. મોંઘવારીથી ત્રસ્ત લોકો કહી રહ્યા છે કે ‘એક પરિવારને દેશને બરબાદ કરતા રોકો’, ‘આપણો દેશ વેચવાનું બંધ કરો’. શ્રીલંકામાં મોટાભાગના મહત્વના હોદ્દાઓ પર રાજપક્ષે પરિવારનો કબજો છે.