Charchapatra

અદાલતોની ન્યાયિક પ્રક્રિયા તેજ કરવાના ઉપાયો વિચારવા જોઈએ

મુખ્ય ન્યાયાધીશ સી.જે.રમન્ના હવે નિવૃત્ત થઈ રહ્યા છે. આઝાદી પછી સ્થાપાયેલી સુપ્રિમ કોર્ટની શરૂઆત પ્રથમ ચીફ જસ્ટીશ કણિયા થી થઈ. દરેક ન્યાયાધીશોએ પોતપોતાની રીતે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો. છતાં હજુ પણ ન્યાયતંત્રનું જટિલપણું અને વિલંબિતતાનો કોઈ કારગર ઉપાય મળતો નથી. વધતી વસતી સાથે લીટીગીશનો પણ વધ્યા. પરંતુ દરેક વિવાદ કોર્ટ દ્વારા જ ફેંસલ થવો જોઈએ અને લોકો પણ તેને જ માનવાના દુરાગ્રહ ને કારણે વિવાદોનું ફાઈલીંગ વધતું જાય છે. પ્રિ.ટ્રાયલ સ્ટેજ ઉપર નિકાલ કરવો, કન્સીલીએશનમાં મેટરોને મૂકી નિકાલ કરવો, કન્સીલીએશનમાં મેટરોને મૂકી નિકાલ કરવો, કન્સીલીએશનમાં મેટરોને મૂકી નિકાલ કરવો, લોક-અદાલતો યોજી તેમાં કેસોનું સમાધાન કરવું.

વિગેરે તમામ પ્રયત્નો કરવા છતાં આ પેન્ડીંગ કેસો ઘટવાનું નામ લેતા નથી. સ્વ. અરૂણ જેટલી જ્યારે કાયદામંત્રી હતા ત્યારે ફાસ્ટટ્રેક કોર્ટની એક પધ્ધતિ દાખલ કરી હતી. તે ઘણું ખરું સફળ પણ થઈ હતી. ભારતીય કાયદા પંચે અવારનવાર ઘણી બધી ભલામણો કરી છે. ઓછા જ્જ હોવા એક કારણ હોઈ શકે પણ એકમાત્ર નથી. કારણકે ઘણી જગ્યાએ વધારે કોર્ટો સ્થાયી રીતે બંધ પણ કરવી પડી. ગુજરાતની જ વાત કરીએ તો જજોની નિમણૂંકની પ્રક્રિયા નિરંતર ચાલી રહી છે. અને કોર્ટોની સંખ્યા અનેકગણી વધી છે.

જસ્ટીશ ડી.એ. દેસાઈ લો કમિશનના ચેરમેન હતા ત્યારે એક ઉપાય સૂચવેલો કે તમામ કોર્ટોમાં નિવૃત્ત ઉપાયો હશે ને ખોલાવવામાં આવે અને ચોક્કસ કેસો તેમને સોંપી દેવામાં આવે. તેઓ સવારે અથવા સાંજે આવે અને કેસો ચલાવે. પરંતુ અને ભલામણ સ્વીકારી નહિં. ભારતમાં રીટાયર્ડ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ ખૂબ જજો છે. અમેરિકામાં જજોની નિવૃત્તિ વય મર્યાદા નથી. આપણે ત્યાં 65 વર્ષ સુધી વકીલો પ્રેકટીસ કરે છે. તો જજોના આ ટેલેન્ટ પૂલનો ઉપયોગ જો કરવામાં આવે તો ઘણી સમસ્યાનો નિકાલ આવશે.
નવસારી – પ્રિ-ડો. વિક્રમ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top