SURAT

દિગંબર જૈન મુનિના હત્યાના વિરોધમાં સુરતમાં જૈન સમાજની વિશાળ રેલી

સુરત: કર્ણાટક (Karnataka) ખાતે દિગંબર જૈન સમાજના (DigambarJain) સંતની (MonkMurder) નિર્મમ હત્યાના વિરોધના પડઘા સુરતમાં (Surat) પણ જોવા મળ્યા છે. આજરોજ સુરત સમસ્ત જૈન સમાજની નીકળેલી રેલીમાં સમાજના અલગ અલગ ફિરકાઓના લોકો એક જૂથ થઈ જોડાયા હતા.

સુરતના પાર્લે પોઇન્ટ ખાતેથી નીકળેલી રેલી અઠવાલાઇન્સ સ્થિત સુરત જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી. સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સંતની હત્યા કરનાર હત્યારાઓને ફાંસીની સજા ફટકારવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, કર્ણાટકના બેલગામ ખાતે આવેલા નંદી પર્વત પર દિગંબર જૈન સમાજના સંતની નિર્મમ હત્યાને વખોડી કાઢીએ છીએ. સંતની હત્યા કર્યા બાદ હથિયારાઓએ તેમના અંગોને ક્ષતવિક્ષત કરી ક્રુરતાપૂર્વકનું કૃત્ય આચર્યું છે.

સંતની નિર્મમ હત્યાના પગલે સમસ્ત જૈન સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હત્યાની આ ઘટનામાં આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ સમસ્ત સમાજ કરી રહ્યું છે. સંતની હત્યાના વિરોધમાં આજ રોજ ગુરુવારે સુરત મુકામે સમસ્ત જૈન સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, જૈન સમાજના અલગ અલગ ફિરકાઓ આ રેલીમાં એક જૂથ થઈ જોડાયા છે. જે રેલીમાં મોટી સંખ્યામાં સમસ્ત જૈન સમાજના લોકોની હાજરી જોવા મળી હતી. સંતની હથિયારાઓને ફાંસીની સજા આપો તેવી માંગ સાથે રેલીમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

સુરતના પારલે પોઇન્ટ ખાતેથી નીકળેલી વિશાળ રેલીમાં સમસ્ત જન સમાજના સાધુ સંતો પણ જોડાયા હતા. જે રેલી સુરતના અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં નીકળેલી રેલીનું અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ સમાપન થયું હતું. અગ્રણીઓએ જિલ્લા કલેકટરને આ મામલે લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં આવું કૃત્ય અન્ય કોઈ નહીં કરે તે માટે આરોપીઓને કડક થી કડક ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી હતી.

Most Popular

To Top