Gujarat

ગુજરાતની સ્કૂલોમાં માસ્ક ફરજિયાત, સરકારનો મોટો નિર્ણય

અમદાવાદ: કોરોનાના (Corona) ભય વચ્ચે ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના બાળકો કોરોનાની બિમારીમાં નહીં સપડાય તે માટે સરકાર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓમાં કોવિડ ગાઈડ લાઈનનું (Covid19 GuideLine) પાલન કરવા માટે મૌખિક આદેશો આપી દેવાયા છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય લીધો છે. કોરોના નહીં વકરે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે તે અનુસાર અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક (Mask Cumpolsury in School) ફરજિયાત કરવામાં આવશે. અમદાવાદ ડીઈઓ દ્વારા સ્કૂલોને આ અંગે કડક સૂચના અપાઈ છે. રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓમાં કોવિડ ગાઇડ લાઈનનું પાલન કરવા મૌખિક સૂચના અપાઈ છે. સ્કૂલમાં 50 ટકા બાળકો કરવાની ભલામણ પણ કરાઈ છે. જોકે, આ બાબતે નિર્ણય લેવાય તેવી સંભાવના ઓછી જણાઈ રહી છે.

રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન અને મૌખિક સૂચના

  • માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરાવવું.
  • રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરે.
  • સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરે.
  • ટોળા ભેગા ન થાય તે માટે સ્કૂલોને ધ્યાન આપે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ દ્વારા સ્કૂલોમાં કોરોનાની બિમારી નહીં ફેલાય તે માટે અગાઉથી જ સજાગ રહેવાની સ્કૂલ સંચાલકોને અપીલ કરવામાં આવી છે. કોરોનાના કેસો ગુજરાતમાં નહીં વધે તે માટે ફરી એકવાર સોશિયલ ડિસ્ટન્સ જરૂરી બન્યું છે ત્યારે આગામી તા. 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ તેવી પણ માંગણી શિક્ષક મંડળ દ્વારા કરવામાં આવી છે.  જોકે, હાલ રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપવામાં આવી છે. ટૂંક સમયમાં જિલ્લાવાર શિક્ષણાધિકારી કોવિડ ગાઇડ લાઇનની અમલ માટે પરિપત્ર જાહેર કરશે. જેમાં હવે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવામાં આવશે. કોરોનામાં બાળકો ન સપડાય એ માટે સરકાર તૈયારીઓ કરી રહી છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે પણ સરકાર કોઈ પણ ભોગે બાળકો માટે રિસ્ક લેવા માગતી નથી.

Most Popular

To Top