Gujarat

એકાંત માણ્યા બાદ પ્રેમીએ મહિલા કોન્સ્ટેબલનું મોંઢું દબાવી દીધું, નગ્ન હાલતમાં છોડી ગયો

ગાંધીનગરમાં એક યુવાન મહિલા કોન્સ્ટેબલની તેના જ ઘરમાં લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. આ મહિલા કોન્સ્ટેબલ અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી હતી અને ગાંધીનગરના સેક્ટર 24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતી હતી. તેની ડેડબોડી નગ્ન હાલતમાં તેના ઘરમાં જ મળી હતી. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જે યુવક તે મહિલા કોન્સ્ટેબલનો પ્રેમી હોવાનો ખુલાસો થયો છે.

  • અધૂરી પ્રેમકહાની.. મહિલા કોન્સ્ટેબલના મૃત્યુનું કારણ બની, હત્યારો પ્રેમી પકડાયો
  • મહિલા કોન્સ્ટેબલની હત્યા તેના પ્રેમીએ જ કરી, એકાંતની પળોમાં બંને વચ્ચે શું થયું હતું?

મહિલા કોન્સ્ટેબલનો નગ્ન હાલતમાં મૃતદેહ તેના સ્ટાફ ક્વાર્ટરમાંથી પોલીસને મળ્યો હતો. આ કેસમાં પોલીસે મોહન નાગજી પારઘીની ધરપકડ કરી છે. મોહન અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે પ્રેમસંબંધ હતા. મહિલા કોન્સ્ટેબલ ક્વાટર્સમાં એકલી રહેતી હતી. અહીં બંને અવારનવાર એકાંતની પળો માળતા હતા. મોહન પરિણીત હતો. દરમિયાન મહિલા કોન્સ્ટેબલ લગ્ન માટે દબાણ કરતી હતી. મોહને ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં મોહને કપડાંથી મહિલા કોન્સ્ટેબલનું મોંઢું દબાવી ગૂંગળાવીને મારી નાંખી હતી. નગ્ન હાલતમાં જ મૃત મહિલા કોન્સ્ટેબલને રૂમમાં છોડી દરવાજો બહારથી બંધ કરી મોહન એસટી બસમાં અમરેલી ભાગી ગયો હતો.

પોલીસે કહ્યું કે, મોહન મૂળ અમરેલીનો છે. 33 વર્ષીય મોહનને અમરેલીથી પકડી પાડ્યો છે. તેની કડકાઈથી પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો છે. મહિલા કોન્સ્ટેબલ સાથે તે કોલેજમાં ભણતો હતો. 2011-12થી બંને એકબીજાના પરિચયમાં હતા. તે વખતે પણ મોહને લગ્નનું વચન આપ્યું હતું. બંને ભાવનગરના વતની હોવાથી મહિલા કોન્સ્ટેબલને એમ કે મોહન લગ્ન કરશે, પરંતુ મોહનના 2015માં અન્ય યુવતી સાથે લગ્ન થયા હતા. તેનું 4 વર્ષનું બાળક પણ છે. લગ્ન બાદ મોહન અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે સંબંધો ઘટ્યા હતા પરંતુ ફરી સંપર્કમાં આવતા ફરી પ્રેમસંબંધ બંધાયો હતો. રૂમ પર એકાંતની પળો માણતા હતા ત્યારે લગ્ન મામલે ઝઘડો થતા મોહને હત્યા કરી હતી.

Most Popular

To Top