Dakshin Gujarat

રાત્રે 12 કલાકે લગ્નપ્રસંગમાં પહોંચેલા યુવકને ઘેરી લઈ માર મરાયો

વાંકલ: ઉમરપાડાના (Umarpada) નાની ફોકડી ગામે રાત્રે લગ્નપ્રસંગમાં (Marriage Function) ગયેલા ઝરપણ ગામના યુવકને જૂની અદાવતમાં ભેગા મળી માર મારનારા (Beaten Up) 10 ઇસમ વિરુદ્ધ ઉમરપાડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

  • ઉમરપાડાના નાની ફોકડી ગામે લગ્નપ્રસંગમાં ગયેલા યુવકને જૂની અદાવતમાં માર મરાયો
  • ઝરપણના યુવકે નાની ફોકડી ગામના 10 ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ઝરપણ ગામના પટેલ ફળિયામાં રહેતો રોનકકુમાર રણજિતભાઈ વસાવા તડકેશ્વર ખાતે આવેલી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. નોકરી પરથી રાત્રે 12 વાગે પરત આવ્યા બાદ નજીકના નાની ફોકડી ગામે લગ્નપ્રસંગમાં ગયો હતો. ત્યારે અગાઉ ભૂતકાળમાં નાની ફોકડી ગામના યુવકને ઝરપણ ગામના લોકોએ લગ્નપ્રસંગમાં માર માર્યો હતો. જેની અદાવત રાખી ઝરપણ ગામના યુવકને નાની ફોકડી ગામે રહેતા જીનેશ જીતેશ વસાવાએ લાકડી વડે યુવકને પીઠ પર ફટકા માર્યા હતા.

તેમજ રેમ્બો ઉર્ફે કાળીયો નાનુ વસાવા જેણે યુવકને માથામાં ઈંટ મારી હતી. તેમજ અન્ય ઈસમો હિતેશ અજય વસાવા, જીતેશ જેઠિયા વસાવા, પ્રશાંત દિનેશ વસાવા, વિશાલ હિતેશ વસાવા, જિતેન્દ્ર સોમા વસાવા, મિહિર શૈલેષ વસાવા, ધ્રુવીત અશ્વિન વસાવા, સંતોષ ખાનસિંગ વસાવા સહિત 10 જેટલા ઈસમે ગડદા પાટુનો માર માર્યો હતો. સાથે યુવકને છોડાવનાર જીવરાજ ઉત્તમ વસાવાને માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ બાબતે ઉંમરપાડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ઓલપાડના ઉમરા ગામે બે શ્રમજીવીની બબાલમાં વચ્ચે પડનાર ઉપર ચપ્પુ વડે હુમલો
સાયણ: ઓલપાડના ઉમરા ગામે બે શ્રમજીવીઓની બબાલમાં છોડાવવા વચ્ચે પડેલા ફરિયાદી ઉપર આ ઈસમોએ ચપ્પુ જેવા સાધન અથવા દોરા-ધાગા કાપવાની કટરથી હુમલો કરતાં મામલો ઓલપાડ પોલીસમથકમાં પહોંચ્યો છે. ઓલપાડના ઉમરા ગામના હળપતિવાસમાં રહેતા દિલીપ ભીખા રાઠોડ (ઉં.વ.૩૩) છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. શુક્રવાર,તા.૫ના રોજ સવારે ૮:૩૦ કલાકના સુમારે તેની સાથે હળપતિવાસમાં રહેતો સંજય ગોમાન રાઠોડ અને કિશન ભીખા રાઠોડ વચ્ચે ચા પીવા બાબતમાં બોલાચાલી બાદ તકરાર થઈ હતી.

જેથી ત્યાં પહોંચેલા ફરિયાદી દિલીપ રાઠોડે સંજય અને કિશનને ઝઘડો-તકરાર ન કરવા સમજાવ્યા હતા. આ સમયે કિશન ભીખા રાઠોડે તેને કહ્યું હતું કે, તારે અમારા ઝઘડામાં પડવાનું નથી અને કંઈ બોલવાનું પણ નથી. જ્યારે તેની સાથે મોટરસાઇકલની લોનના પૈસા બાબતે પણ આ અગાઉ બોલાચાલી થઈ હોવાથી કિશને ફરિયાદીના ઘરમાં પહોંચી તેની ફેટ પકડી ચપ્પુ જેવા સાધન અથવા દોરા-ધાગા કાપવાની કટર વડે ગળાની ડાબી સાઇડે મારી દેતાં ફરિયાદીને ઇજા થઈ હતી. જેથી ઈજાગ્રસ્ત ફરિયાદીને સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ બાબતે દિલીપ ભીખા રાઠોડે આરોપી કિશન રાઠોડ વિરુદ્ધ ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અ.હે.કો.નિલેશ રામુ કરી રહ્યા છે.

Most Popular

To Top