Entertainment

ડ્રામા કિવનના જીવનમાં પણ ડ્રામા! લગ્નના ખુલાસા અંગે આદિલે જે કહ્યું તે સાંભળી રાખી પણ ચોંકી

નવી દિલ્હી: ડ્રામા કિવિન રાખી સાવંત કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહે જ છે. આ વખતે તે ફરી ચર્ચામાં આવી છે જેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. જણાવી દઈએ કે રાખી સાવંતે હાલમાં જ સોશિયલ મીડિયામાં (Social Media) પોતાના લગ્નના (Marriage) ફોટા શેર કર્યા હતાં. જયાર પછી એક પછી એક મોટા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. રાખી સાવંતે કહ્યું છે કે આજથી સાત મહિના અગાઉ 2 જુલાઈ વર્ષ 2022માં તેણે પોતાના 3 મહિના સુધી ડેટ કરેલા બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન તેણે સાદાયથી એટલે કે કોર્ટ મેરેજ કર્યા હતા. આ ઉપર આદિલના ધર્મ મુજબ નિકાહ કરી તેણે મુસ્લિમ ધર્મ પણ અપનાવ્યો હતો. હાલમાં જ રાખીએ મોટા ખુલાસાઓ આપ્યા છે. તેણે પોતાના લગ્નના કેટલાક ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા હતા. આ સાથે તેણે જણાવ્યું કે શા માટે તેણે આટલા મહિના સુઘી પોતાના લગ્નનનો ખુલાસો પોતાના ફેન્સ સામે ન હતો કર્યો.

રાખીએ કહ્યું કે તેઓના લગ્ન પછી આદિલ ન ચાહતો હતો કે મીડિયા સમક્ષ આ વાતનો ખુલાસો થાય કારણકે આદિલની બહેનના લગ્ન બાકી હતા જો આ વાત સામે આવતે તો તેની બહેનને યોગ્ન સાથી મળી શકે તેમ ન હતું. હવે ચોંકાવનારો બીજા ખુલાસોએ છે કે મુસ્લિમ ધર્મ અપનાવ્યા પછી તેમજ મુસ્લિમ ધર્મ મુજબ નિકાહ કર્યા પછી આદિલે આ વાતનો સ્વીકારવાની મનાઈ કરી દીધી છે કે તેના લગ્ન રાખી સાથે થયા છે. રાખીએ વઘારામાં કહ્યું કે મને શક છે કે આદિલનું કોઈક બીજી છોકરી સાથે અફેર છે. તેણે કહ્યું કે એક તરફ મારી માતાનું સ્વાસ્થ્ય સારું નથી. અને બીજી તરફ આદિલ આ લગ્નને સ્વીકારવાની ના પાડી રહ્યો છે. તેણે કહ્યું તે આદિલ પાગલ છે કે શું? મારી પાસે લગ્નના તમામ પુરાવા છે. શા માટે તે આવું કરી રહ્યો છે. મેં તેના પર વિશ્વાસ મૂક્યો અને હું ‘બિગ બોસ મરાઠી 4’માં એન્ટર થઈ.’ લગ્ન અંગે આદિલની પ્રતિક્રિયા સાંભળ્યા બાદ રાખી સાવંત ધ્રુસકે ધ્રુસકે રડી હતી.

આ સાથે રાખીએ પોતાના પ્રથમ લગ્ન અંગે પણ ખુલીને વાત કરી હતી તેણે કહ્યું હતું કે મારા પ્રથમ પતિ રિતેશે પણ મને ધોકો આપ્યો હતો. તે પહેલાથી જ પરિણીત હતો પરંતુ મારી સાથે લગ્ન કરતા પહેલા તેણે મને આ અંગેની જાણ કરી ન હતી. ડિવોર્સ પછી હું ડિપ્રેશનમાં જતી રહી હતી અને તે જ સમયે આદિલ મારા જીવનમાં આવ્યો અને મને ફરીએકવાર પ્રેમ થયો હતો. તેણે કહ્યું કહેવા તો બીજું ધણું છે પણ હાલ હું હમણા લગ્ન બચાવવા માગું છું. તેણે વઘારામાં કહ્યું કે હું હવે મા બનવા માગુ છું તેમજ પોતાના જીવનને સારી રીતે વ્યતિત કરવા માગું છું.

Most Popular

To Top