આર્યસમાજની સ્થાપના મહર્ષિ દયાનંદ સરસ્વતિએ ઈ.સ. 1875માં કરી હતી. આ આર્યસમાજ પ્રાચીન વૈદિક મૂલ્યોને આધારે ભારતનું સર્વપ્રથમ હિન્દુ સંગઠન છે. પરંપરાગત અવિરત ચાલ્યા આવતા અનેક પ્રકારના કુરિવાજોમાંથી બહાર આવી સુધારાવાદી તરીકે દેશભરમાં અને વિદેશોમાં પણ અસ્તિત્વમાં છે. આજની કારમી મોંઘવારીમાં સામાન્ય જનતાને ખોટા ખર્ચા નહિ પોસાતા હોવાથી આર્યસમાજ દ્વારા સંસ્કારિક શીખ સાથે કરાતા લગ્નવિવાહ પધ્ધતિનો આધાર લે છે. વિવાહિત આ પ્રયોગ એટલે પરંપરાગત ચાલી આવતા ખર્ચાળ રિવાજમાંથી બહાર નીકળી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં સુવ્યવસ્થિત રીતે કરાતા પ્રાચીન ઋષિઓ દ્વારા કરેલો વિવાહિત પ્રયોગ. આર્યસમાજ હોલમાં ભોજન સમારંભનો પણ નિષેધ છે.
વિવાહ કરવાવાળા બંને પક્ષકારો પાસેથી સરકારી અધિનિયમ મુજબ લાગત કાયદેસરની ઉમરનું પ્રમાણપત્ર આર્યસમાજ દ્વારા મેળવવામાં આવે છે. ત્યારબાદ વિવાહ વૈદિક કાર્યવિધિથી અગ્નિની સાક્ષીએ કરાવીને સરકારી મેરેજ એકટ અંગેનું ફોર્મ (સ્ટામ્પ પેપર) બંને પક્ષકારો પાસેથી ભરાવવામાં આવે છે. તેમાં જેવી રીતે વિવાહ કરાવનાર ગોર મહારાજ સહી કરે છે તે મુજબ આર્યસમાજમાં વૈદિક પધ્ધતિથી વિવાહ કરાવનાર સાક્ષી તરીકે સહી કરે છે. જે ફોર્મને આધારે મેરેજ એકટ મુજબ કાયદેસરનું સરકારી સર્ટિફિકેટ મેળવવાનું કહેવામાં આવે છે. આમ જોતા આશા રાખીએ કે અગ્નિની સાક્ષીએ પ્રાચીન વૈદિક વિધિથી કરાવવામાં આવતા વિવાહની કાર્યવિધિ બાદ મેરેજ એકટ મુજબનું ફોર્મ ભરાવડાવી સરકારી સર્ટિફિકેટ મેળવવામાં આવતું હોય તો તેને માન્યતા આપવા અંગે વિચારણા માંગી લે છે. જે આમ જનતાના હિતમાં રહેશે.
સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.