અમદાવાદ(Ahmedabad) : પશ્ચિમ રેલવેના (WesternRailway) વડોદરા (Vadodara) મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી બોરીયાવી અને ઉત્તરસંડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઈન હાઈ સ્પીડ રેલવેના કિમી 443/5-6 પર સ્ટીલ ટ્રસ બ્રિજ (1X100M) નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, બ્લોકને લીધે અમદાવાદ થઈને ચાલનારી કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે.
આજે તા. 31 જાન્યુઆરી 2024ના રોજ રદ્દ થયેલી ટ્રેનોમાં વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ, અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ, વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ, અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ, ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ, આણંદ-ગાંધીનગર મેમૂ સ્પેશિયલ, અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ, વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ટ્રેનો રદ થતાં મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
દરમિયાન આવતીકાલે તા. 1 ફેબ્રુઆરી 2024ના રોજ રદ્દ થયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ, અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ, અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ, વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ, ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલનો સમાવેશ થાય છે.
જ્યારે 31 જાન્યુઆરી અને 01 ફેબ્રુઆરી 2024ના રોજ આશિંક રૂપે રદ્દ થનારી ટ્રેનોમાં મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આશિંકરૂપે રદ્દ રહેશે. અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે આ ટ્રેન અમદાવાદ અને વડોદરા વચ્ચે આશિંક રૂપે રદ્દ રહેશે.
જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આશિંક રૂપે રદ્દ રહેશે. વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આશિંક રૂપે રદ્દ રહેશે.
રેગ્યુલેટ (લેટ) થનારી ટ્રેનોમાં 29 જાન્યુઆરી 2024 ના રોજ ગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે. 30 જાન્યુઆરી 2024ના રોજ સિકંદરાબાદથી ચાલનારી સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે. 31 જાન્યુઆરી 2024 ના રોજ અમદાવાદથી ચાલનારી અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી સુપરફાસ્ટ 10 મિનિટ રેગ્યુલેટ થશે.
31 જાન્યુઆરી 2024 ના રોજ જોધપુરથી ચાલનારી જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ થશે. 31 જાન્યુઆરી 2024 ના રોજ જામનગરથી ચાલનારી જામનગર-શ્રી વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ 30 મિનિટ રેગ્યુલેટ થશે. 31 જાન્યુઆરી 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલનારી સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ 03 કલાક 45 મિનિટ રેગ્યુલેટ થશે. 31 જાન્યુઆરી 2024 ના રોજ વારાણસીથી ચાલનારી વારાણસી-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ 03 કલાક રેગ્યુલેટ થશે.
01 ફેબ્રુઆરી 2024 ના રોજ ગાંધીનગરથી ચાલનારી ટ્રેન ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વન્દે ભારત એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ થશે. 01 ફેબ્રુઆરી 2024ના રોજ અમદાવાદથી ચાલનારી અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 15 મિનિટ રેગ્યુલેટ થશે.
01 ફેબ્રુઆરી 2024ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 01 કલાક 05 મિનિટ રેગ્યુલેટ થશે. 02 અને 3 ફેબ્રુઆરી 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે. 04 ફેબ્રુઆરી 2024ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 02 કલાક રેગ્યુલેટ થશે. 01 ફેબ્રુઆરી 2024ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન જોધપુર-દાદર એક્સપ્રેસ 10 મિનિટ રેગ્યુલેટ થશે.