Charchapatra

માણસનો સ્વભાવ

પોતાના ખિસ્સામાંથી ૫૦ રૂ. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો ‘માણસ’ પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયાં હોય , તો ય પરિવર્તિત થતો નથી. છે ને કરુણતા. સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત. પૈસા તો બહુ દૂરની વાત છે , અરે સાહેબ , શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા. ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય.જિંદગીની ગાગર પર બેઠો સમયનો કાગડો , દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે . ને માણસ સમજે , હું જીવી રહ્યો છું. માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે કે કાલે આટલા હતા ‘ને આજે આટલા વધ્યા અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે કે કાલે આટલા હતા ‘ને આજે આટલા બચ્યા.ચાલો , જિંદગી જે શેષ બચી છે તે અવશેષ બની જાય તે પહેલાં તેને વિશેષ બનાવી લઈએ. “પાસબુક” અને “શ્વાસબુક” બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે. “પાસબુક” ને બેલેન્સથી , અને “શ્વાસબુક” ને સત્કર્મોથી. કોણે લખ્યું છે તે ખબર નથી પણ જેણે પણ લખ્યું છે એકદમ સચોટ લખ્યું છે. આ જ તો છે જિંદગીની વાસ્તવિકતા.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરત મહાનગરપાલિકામાં ગંદકી/ ટ્રાફિક સમસ્યાને કોઇ સાંભળનારું નથી
લાલદરવાજાથી રામપુરા પેટ્રોલ પંપ વિસ્તારમાં ગંદકી/ટ્રાફિક સમસ્યા રહે છે. લાલદરવાજા ચાર રસ્તા પર ખોટી રીતે અવરજવર થાય છે. આ જ વિસ્તાર ભંગારવાળા દુકાન કરીને સાથે વણવપરાયેલ વાહનો પર પડી રહે છે. આ જ વિસ્તારમાં હોસ્પિટલો/દવાખાના/ટ્યુશન ક્લાસીસ/ શાળાઓ આવેલ છે. કમિશનરશ્રીને વિનંતી છે કે સમસ્યાનો નિકાલ ઝડપથી કરે.
સુરત     – જે. કે. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top