Charchapatra

રખડતા કૂતરાની સમસ્યા માટે મનપા જવાબદાર છે

હમણા ઘણા વખતથી શહેરના બધાં જ વર્તમાનપત્રોમાં ‘રખડતાં કૂતરાનો’ ત્રાસને મુખ્ય સ્થાન મેળવ્યું છે. એક બાળક પર કૂતરા દ્વારા કરેલા હુમલા વિશે વાંચી નાગરિકો આઘાત અનુભવે છે. આ સમસ્યા માટે મહાનગરપાલિકા સંપૂર્ણ જવાબદાર છે. મનપામાં સંબંધિત ખાતાનાં અધિકારી તેમજ કર્મચારીઓની બેદરકારી જ દણવી જોઇએ. આ જટિલ સમસ્યાનો ઉકેલ  લાવવા માટે શહેરમાં નાગરિકો જ સક્રિય થાય. ગંભીરતા સમજી વિરોધ દર્શાવે છે. અહિંસક આંદોલન કરી જાગૃતિ બતાવે. જે તે વિસ્તારનાં કોર્પોરેટરો ઉપર દબાણ લાવી સક્રિય થઇ કાર્ય કરવાની ફરજ પાડે.

થોડાં સમય પહેલાં એક નાગરિકે મહત્ત્વનું સૂચન કર્યું છે કે શહેરમાં પશુ-ગાય ભેંસ માટે હોય એવા વાડાનું બાંધકામ મહાનગરપાલિકા પોતાનાં ખુલ્લા પ્લોટોમાં રખતા કૂતરાને રાખવાની વ્યવસ્થા કરે. પાર્ટીપ્લોટો બનાવી મનપા આવક ઊભી કરે છે પરંતુ કરોડો રૂપિયા ટેક્ષ મારફત જે મળે છે તેનો ઉપયોગ નાગરિકોની સુરક્ષા માટે કરે એ જરૂરી છે. જીવદયાવાળા તેમજ અન્ય લોકોનો સહકાર પણ મેળવી શકાય. શહેરનાં નાગરિકો પાંજરાપોળ વિગેરે માટે ઉદારતા બતાવે છે તેમ આ વિશે ઉદરતા બતાવશે જ. વળી કાયદા દ્વારા કોઇ પણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં રખડતાં કૂતરા વોચમેન દ્વારા રાખવામાં આવે છે એવું શહેરમાં ઘણી જગ્યાએ જોવા મળે છે એ માટે પગલાં લેવા જરૂરી છે.
સુરત     – પ્રદીપ ઉપાધ્યાય – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

દુઘર્ટનામાંથી બોધપાઠ લઈએ…
વિશ્વમાં સતત અવનવી ઘટનાઓ અને દુર્ઘટનાઓ બનતી રહે છે. વિશ્વ જાણે કે એક કેલિડોસ્કોપ છે. એવી જ આપણને હચમચાવી દે એવી તાજેતરની દુર્ઘટના એટલે ભૂકંપ. તુર્કીયેમાં સમાચાર આપણી સામે આવતા જ રહે છે. પત્તાના મહેલની માફક ઘસી પડતી ઈમારતો,ઘરો, કાટમાળ, જાનહાનિના…. દૃશ્યોએ આપણને ધ્રુજાવી દીધા. તેમાંથી આપણે ઘણાં બોધપાઠ લેવા જેવા છે. જેમકે આ દુનિયામાં કશું કાયમી નથી, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જેમકે આ દુનિયામાં કશું કાયમી નથી, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.

જેમકે, આ દુનિયામાં કશું કાયમી નથી, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. આપણે કેટલા પામર છીએ, આપણે ક્યારેય પણ અભિમાન ન કરવો જોઈએ. પદ, પ્રતિષ્ઠા અને પૈસો આપણું લક્ષ્ય ન હોઈ શકે, આપણે આ પૃથ્વી પર પ્રવાસી જ છીએ.ગમે ત્યારે આપણી એકઝિટ થઈ શકે છે, બધાનો માનવી તરીકે સ્વીકાર થવો જોઈએ, માનવતા એજ સાચો ધર્મ છે…. આવી દુર્ઘટનાઓમાંથી પણ જો આપણે બોધપાઠ ન લઈએ તો એને પણ મોટી દુર્ઘટના જ ગણી શકાય. ચાલો, આવી દુઘર્ટનાઓથી બચીએ.
નવસારી  -ઈન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top