પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 88 વર્ષીય મનમોહનસિંહે કોરોના વાયરસ રસીના બંને ડોઝ લીધા છે. એઇમ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે મનમોહન સિંહને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
મનમોહનસિંહને ચેપ લાગ્યો હોવાના સમાચાર મળ્યા પછી, તેમની સ્વસ્થતા માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિત ઘણા નેતાઓએ ટ્વિટ કરીને પ્રાર્થના કરી.
રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. રવિવારે જ દિલ્હીમાં 25462 લોકોને ચેપ લાગ્યો હતો અને 161 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.